બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / PM Modi and Shah will celebrate BJP victory in Delhi kamalam, Gujarat election 2022
ADVERTISEMENT
ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપની સરકાર બનવા જઇ રહી છે ત્યારે ગુજરાતનાં પાટનગરમાં ભાજપનાં કમલમમાં જીતનો જશ્ન મનાવાઇ રહ્યો છે. રાજકોટ પશ્ચિમની VIP બેઠક કે જ્યાંથી નરેન્દ્ર મોદીથી લઇને વિજય રૂપાણી સીએમ બન્યાં હતાં ત્યાં પણ ભાજપની ઉમેદવાર ડો. દર્શિતા શાહનો વિજય થયો છે.
#WATCH | Women BJP workers in Gandhinagar celebrate by dancing as the party heads towards a landslide victory in Gujarat
— ANI (@ANI) December 8, 2022
BJP leading on 152 of the 182 seats, as per the official EC trends. pic.twitter.com/XlajLlNlYd
ADVERTISEMENT
#WATCH | Celebrations at Gandhinagar BJP office as the party sweeps Gujarat elections
— ANI (@ANI) December 8, 2022
BJP leading on 149 seats of total 182 seats, as per ECI trends pic.twitter.com/rfuAusbO3z
ADVERTISEMENT
કમલમમાં જીતની ઊજવણી
ભાજપનાં કાર્યકરોએ ગાંધીનગર કમલમની ઓફિસમાં મીઠાઇ વહેંચવાનું શરૂ કરી દીધેલ છે. રિઝલ્ટને જોતાં એ તો સ્પષ્ટ થઇ જ ગયું છે કે ગુજરાતમા ફરી એકવાર ભાજપની સરકાર બનવા જઇ રહી છે. તો ટૂંક જ સમયમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ કમલમ ઓફિસ પહોંચશે અને જીતનાં જશ્નમાં જોડાશે.
ADVERTISEMENT
Celebrations are in full swing at @BJP4Gujarat state HQs 'Shri Kamalam' in Gandhinagar as the party looks forward to the biggest win ever.
— AISHVARYA JAIN (@aishvaryjain) December 8, 2022
#GujaratElectionResult #GujaratElections pic.twitter.com/QhCqUQcDRZ
ADVERTISEMENT
વડાપ્રધાન મોદી અને શાહ પણ પહોંચશે કમલમ
પૂર્ણ બહુમતથી ગુજરાતમાં ભાજપની સરકાર બનવા જઇ રહી છે ત્યારે ભાજપનાં મુખ્ય કાર્યાલય કમલમમાં જીતની ઊજવણી થઇ રહી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલથી માંડીને તમામ ઉમેદવારો ગાંધીનગર કમલમમાં જીતનો ઉત્સવ મનાવવા પહોંચી રહ્યાં છે ત્યારે દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ સાંજે 6 વાગ્યા સુધી કમલમની ઓફિસ પહોંચશે. પીએમ કાર્યકરોનું સંબોધન પણ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.