ચૈત્ર મહિનાની પાપમોચની એકાદશી શનિવાર 18 માર્ચ 2023એ છે. આ વર્ષે પાપમોચની એકાદશી પર ગ્રહોનો ખાસ સંયોગ બની રહ્યો છે. જાણીએ પાપમોચની એકાદશી પર શુભ યોગ અને શનિદેવના ઉપાય...
આજે છે પાપમોચની એકાદશી
બની રહ્યો છે ગ્રહોનો ખાસ સંયોગ
જાણો શુભ યોગ અને શનિદેવના ઉપાય
ચૈત્ર મહિનાની પાપમોચની એકાદશી શનિવાર 18 માર્ચ 2023એ છે. શનિવારે એકાદશી થવાથી વિષ્ણુજીની સાથે જ શનિની પૂજા કરવાનો શુભ યોગ બની રહ્યો છે. આ દિવસે સવારે શ્રીહરિ વિષ્ણુના દૂધથી અભિષેક કરો અને ફરિ શનિદેવને તેલ ચઢાવો.
એકાદશીના દિવસે વ્રત, પૂજન અને દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે પાપમોચની એકાદશી પર ગ્રહોનો ખાસ સંયોગ બની રહ્યો છે. એવામાં જગતના પાલનહારની પૂજાનું ફળ પ્રાપ્ત થશે. આવો જાણીએ પાપમોચની એકાદશી વ્રતનો પારણ સમય અને શુભ સંયોગ.
પાપમોચિની એકાદશી 2023 શુભ યોગ
આ વર્ષે પાપમોચની એકાદશીના દિવસે 18 માર્ચ 2023એ ચંદ્રમા પોતાના જ શ્રવણ નક્ષત્રમાં રહેશે. આ નક્ષત્રના સ્વામી ભગવાન વિષ્ણુ પણ છે. એવામાં એકાદશી વ્રત સાધકને સૌભાગ્યમાં વૃદ્ધિ કરશે.
ત્યાં જ ગુરૂના પોતાની જ રાશિ એટલે કે મીનમાં હોવાથી હંસ નાનનો મહાપુરૂષ યોગ બનશે.
આ દિવસે સર્વાર્થસિદ્ધિ, શિવ અને સ્થિર યોગ બની રહ્યો છે.
સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય નામનો શુભ યોગ પણ બની રહ્યો છે.
એકાદશી અને શનિવારના યોગમાં કરો આ કામ
પાપમોચની એકાદશી અને શનિવારનો સંયોગ હોવાથી વ્રત કરનારે આ દિવસે શનિદેવનો તેલથી અભિષેક કરો. કાળા તલ, કાળા અડદનું દાન કરો. ગરીબોને જૂતા-ચંપલ ભેટ કરો.
માન્યતા છે કે શનિદેવ જેના પર પ્રસન્ન થાય છે તેમની કિસ્મત બદલાઈ જાય છે એવામાં સવારે શ્રીહરિ અને સાંજે શનિદેવની પૂજા કરવાથી સાધકની દરેક મનોકામનાઓ પુરી થશે.
શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય
શનિની મહાદશા, સાડેસાતી અથવા ઢૈયાથી છુટકારો મેળવવા માટે શનિવારના દિવસે પીપળના ઝાડની નીચે સરસવના તેલનો ચૌમુખી દિવો કરો. ત્યાર બાદ પીપળાના ઝાડની ઓછામાં ઓછી ત્રણ વખત પરિક્રમા કરો. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
પાપમોચની એકાદશીના દિવસે કાગડાને અનાજ ખવડાવો. કાગડા શનિદેવનું વાહન હોય છે. કાગડાને ભોજન કરાવવાથી શનિની સાડાસાતી અને ઢૈય્યાના અશુભ પ્રભાવમાં કમી આવે છે.