બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

logo

હિટસ્ટ્રોકને કારણે શાહરૂખ ખાનની તબિયત બગડી, રિપોર્ટ આવ્યા નોર્મલ, કે.ડી હોસ્પિટલના આઠમા માળે દાખલ

logo

IPL 2024 Eliminator, RRએ ટોસ જીત્યો, RCBને આપી હતી પહેલી બેટિંગ, RCB 172/8 (20), રાજસ્થાનને જીતવા 173 રનની જરૂર

logo

લૂ લાગવાના લીધે શાહરૂખ ખાનની લથડી તબિયત, અમદાવાદ કે.ડી.હોસ્પિટલમાં કરાયા દાખલ

logo

બાળકોના આધારકાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા / Operation Conversion' was going on in Gujarat for three years.

ઘટસ્ફોટ / ગુજરાતમાં ત્રણ વર્ષથી ચાલતું હતું 'ઓપરેશન ધર્માંતરણ', આરોપીએ કરેલા ખુલાસાથી પોલીસના પગ તળેથી જમીન સરકી ગઈ

Mehul

Last Updated: 07:21 PM, 21 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચના આદિવાસી વિસ્તારોમાં મોટા પાયે ધર્માન્તરણ દરમિયાન ચારે'ય આરોપીઓના રીમાંડવેળા કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવતા પોલીસ પણ હોશ ખોઈ બેઠી .150 થી વધુ સદસ્યોનું ધર્મ પરિવર્તન.

  • ભરૂચના આમોદમાં ધર્માંતરણ મુદ્દે મોટો ઘટસ્ફોટ 
  • 150 થી વધુ પારિવારિક સદસ્યોએ સ્વીકાર્યું ધર્માંતરણ 
  • આસપાસના ચારે'ક ગામના નાગરીકો પણ હોવાની આશંકા 

ભરૂચના આદિવાસી વિસ્તારોમાં મોટા પાયે ધર્માન્તરણ ચાલતું હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે પોલીસે એક વાયરલ વિડીયોમાં કથિત રીતે ધાર્મિક લાગણી ભડકાવી,ધર્માંતરણ કરવાની પ્રેરણાં આપતા ચાર  શખ્સોની ધરપકડ કરી હતી.જે બાબતે મોટો ખુલાસો થયો છે.ચારે'ય આરોપીઓના રીમાંડ દરમિયાન કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવતા પોલીસ પણ હોશ ખોઈ બેઠી છે.

'ઓપરેશન ધર્માંતરણ';પોલીસને ગંધ સુદ્ધા ના આવી  

આમોદના અંતરિયાળ વિસ્તારોમાં લગભગ 150 થી વધુ આદિવાસીઓનું ધર્માંતરણ થયું હોવાના રહસ્યસ્ફોટથી પોલીસના પગ તળેથી જમીન જાણે સરકી ગઈ છે. આટલું મોટું ષડયંત્ર તો પોલીસની ગંધ બહાર રચાઈ ગયું અને ધર પરિવર્તન પણ થઇ ગયું ? ધર્મ પરિવર્તન બાદ 5 બાળકોને પલસાણાની મદરેસામાં રખાયા હતા. અને સુરતમાં  સાડીનોવેપાર કરતો એક શખ્સ દસ્તાવેજો તૈયાર કરતો હતો. આ સાથે જ મહંમદ બિલાલ, મહંમદ ઇકબાલ મેમણ આધારકાર્ડ બનાવવાની કામગીરીમાં જોડાયા હતા. આ જ શખ્સો ગેઝેટ તૈયાર કરવા અને સોગંદનામાં કરી આપતા હતા. સ્થાનિક પોલીસ માને છે કે, કાંકરિયા સહિતના 4 ગામોમાં ધર્મપરિવર્તનનું ષડયંત્ર ચાલતું હતું અને ફરાર આરોપી હસન તેસલી, ઝડપાયેલા અઝીઝની મહત્વની ભૂમિકામાં રહીને આ ઓપરેશનને અંજામ આપતા હતા. મોટા પ્રમાણમાં ધર્મ પરિવર્તન કરાવવામાં આવતા બદલામાં આ જગ્યાએ રૂ.20 લાખના ખર્ચે  ઈબાદત ગૃહ અને કબ્રસ્તાન બનાવવામાં આવ્યા હતા. 

કાંકરિયાની વિડીયો વાયરલ થતા કાર્યવાહી 

ભરૂચના આમોદના કાંકરિયા ગામે ધર્મ પરિવર્તનના મામલે પોલીસે 4 લોકોની ધરપકડ કરી હતી. અબ્દુલ અઝીઝ પટેલ, યુસુફ જિવણ પટેલ, ઐયુબ બરકત પટેલ અને ઈબ્રાહીમ પુના પટેલની ધરપકડ કરવામાં આવી હતી  આમોદ પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કાંકરીયા ગામના 37 પરિવારના 150થી વધુ  લોકોને લાલચ આપીને ધર્માંતરણ કરાવવામાં આવ્યું છે.

ત્રણ વર્ષથી ચાલતી હતી પ્રવૃત્તિ 

2018થી ધર્માંતરણનું ષડયંત્ર ચાલતું હોવાનું સામે આવ્યું છે. અજીત વસાવા નામનો વ્યક્તિ સુરત ખાતે ગાડીમાં લઇ જતો હતો. અને સુરત લઇ જઇને તમામના આધાર કાર્ડના નામ ચેન્જ કરવામાં આવતા હતા. ત્યારે મામલો સામે આવ્યા બાદ ફરિયાદીને ધમકી મળતી હોવાનો આક્ષેપ કરાયો છે. જેને લઇ ફરિયાદી પ્રવીણ વસાવાએ પોલીસ પ્રોટેક્શન પણ માગ્યું છે.

ગરીબીનો લાભ ઉઠાવી આ ખેલ થાય છે: સાંસદ વસાવા

ગેરકાયદેસર ધર્માંતરણ મામલે સાંસદ મનસુખ વસાવાએ પોલીસની કામગીરી બિરદાવી છે...અને કહ્યું કે, ગરીબીનો લાભ ઉઠાવી ધર્માંતરણ કરાવે છે...ધર્માંતરણ અટકાવવા સરકારનું વલણ સ્પષ્ટ છે...અમે પણ ધર્માંતરણ અટકાવવા પ્રયત્નો કરીએ છીએ...અનેક ગામોમાં જાગૃતિ કાર્યક્રમો કરીએ છીએ...ગરીબ પરિવારો સુધી સરકારી લાભો પહોંચાડવા તંત્રને સૂચના આપી છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ