બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / તમારા કામનું / ખરેખર..., દરેકને ફ્રીમાં મળશે ChatGPTનું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન? કંઇક આવો હશે મંથલી પ્લાન
Last Updated: 03:22 PM, 28 October 2025
અગ્રણી કંપની OpenAI એ મંગળવારે એક મોટી જાહેરાત કરી છે. હવે ભારતના તમામ વપરાશકર્તાઓને ChatGPT Go મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. સામાન્ય રીતે આ સર્વિસની માસિક ફી ₹399 છે, પરંતુ ભારતીયો માટે તે સંપૂર્ણપણે મફત રહેશે. આ સુવિધા 4 નવેમ્બરથી શરૂ થવાની છે.
ADVERTISEMENT
આ જાહેરાત OpenAI ના વડા અને ઉપપ્રમુખ નિક ટર્લી (Nick Turley) દ્વારા કરવામાં આવી છે.. તેમણે જણાવ્યું કે ભારત ChatGPT માટે વિશ્વમાં બીજું સૌથી મોટું બજાર છે, અને તેથી ભારતીય વપરાશકર્તાઓને ખાસ લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
OpenAIની સ્પર્ધક કંપની Perplexity પહેલાથી જ પોતાના ભારતીય વપરાશકર્તાઓને પ્રીમિયમ ઍક્સેસ મફતમાં પ્રદાન કરે છે. સામાન્ય રીતે Perplexity Pro AI માટે વાર્ષિક પ્લાન ₹17,000 નો છે. જો કે, Airtel SIM વાપરતા વપરાશકર્તાઓને આ સર્વિસ ફ્રી ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
ChatGPT Go આ વર્ષના ઓગસ્ટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્લાનમાં વપરાશકર્તાઓને સસ્તા ભાવે કેટલીક અદ્યતન સુવિધાઓ મળી રહે છે. જેમ કે વધુ ચોકસાઈ સાથે ઇમેજ બનાવવાની ક્ષમતા, વધુ પ્રશ્નો પૂછવાની મર્યાદા અને ઝડપી પ્રતિભાવ.
OpenAI એ જણાવ્યું છે કે ભારતમાં ChatGPTના પેઇડ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા માત્ર એક મહિનામાં બમણી થઈ ગઈ છે. જોકે, કંપનીએ ચોક્કસ આંકડા જાહેર કર્યા નથી. અત્યાર સુધી ChatGPT Go લગભગ 90 દેશોમાં લોન્ચ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ભારતમાં યોજાયેલા ચાર દિવસીય DevDay Exchange Event ના પહેલા દિવસે Nick Turleyએ કહ્યું અમે ભારતમાં દરેક વપરાશકર્તાને એક વર્ષ માટે ChatGPT Goનું મફત એક્સેસ આપવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
ChatGPT Goમાં શું મળશે?
ChatGPT Go વપરાશકર્તાઓને વધુ અદ્યતન અનુભવ આપશે. GPT-5 ટેક્નોલોજી પર આધારિત આ પ્લાન હેઠળ વપરાશકર્તાઓને નીચેની સુવિધાઓ મળશે:
ADVERTISEMENT
આ પણ વાંચોઃ શોપિંગનું લિસ્ટ બનાવીને તૈયાર રાખજો! એમેઝોન પર 80% ડિસ્કાઉન્ટમાં મળશે વસ્તુઓ
ChatGPT એ એક અદ્યતન AI ચેટબોટ છે, જે OpenAI દ્વારા 2022 માં લોન્ચ કરવામાં આવ્યો હતો. શરૂઆતથી જ તેમાં અનેક અપડેટ્સ કરવામાં આવ્યા છે, જેના કારણે તેની ચોકસાઈ અને કાર્યક્ષમતામાં વધારો થયો છે. સમય જતાં કંપનીએ Go, Plus અને અન્ય પેઇડ સબ્સ્ક્રિપ્શન વિકલ્પો રજૂ કર્યા છે, જેથી વપરાશકર્તાઓને તેમની જરૂરિયાત મુજબ વધુ સુવિધાઓ મળી રહે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.