બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / 2026માં આ ભારતીયો માટે ખુલશે કેનેડા જવાનો માર્ગ, H1B વિઝા ધારકો પણ ફાયદામાં રહેશે

NRI / 2026માં આ ભારતીયો માટે ખુલશે કેનેડા જવાનો માર્ગ, H1B વિઝા ધારકો પણ ફાયદામાં રહેશે

Published By: Priyankka Triveddi

Last Updated: 09:50 AM, 5 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canada PR: જો તમે કેનેડાના PR મેળવવા માંગો છો તો આવતા વર્ષે એટલ;એ કે 2026 માં આ કામ સરળ થઈ શકે છે. કારણ કે કેનેડા PR માટે એક નવી તક ઊભી કરવા જઈ રહ્યું છે એન જેનો લાભ ભારતના IT પ્રોફેશનલ ઉપરાંત આ દેશમાં રહેલા લોકોને પણ મળશે.

Canada PR: કેનેડા 2026 માં કાયમી નિવાસ (PR) મેળવવા માટે ઘણા નવા માર્ગો શરૂ કરી રહ્યું છે. સરકારે ખાસ કરીને એવા લોકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે પહેલાથી જ કેનેડામાં અભ્યાસ, નોકરી અથવા કામચલાઉ વિઝા પર રહે છે. 2025 માં કેટલાક પાઇલટ પ્રોગ્રામ બંધ થઈ ગયા હતા, પરંતુ 2026 માં આમાંથી ઘણા ફરીથી ખૂલશે. ચાલો તમામ નવા PR માર્ગોને સરળ ભાષામાં વિગતવાર સમજીએ.

ટેમ્પરરી રેસિડેન્ટથી કાયમી રેસિડેન્ટ (TR to PR) કાર્યક્રમ

કેનેડાના નવા ઇમિગ્રેશન લેવલ પ્લાન 2026–2028 મુજબ:

2026 અને 2027 વચ્ચે 33,000 ટેમ્પરરી વર્ક પરમિટ ધરાવતા લોકોને PR આપવામાં આવશે. આમાં એવા લોકો પ્રાધાન્યમાં રહેશે, જે લાંબા સમયથી કેનેડામાં કામ કરે છે અને કર ચૂકવે છે. સરકારએ હજુ સુધી દસ્તાવેજોની યાદી, પ્રક્રિયાના ચોક્કસ નિયમો જાહેર કર્યા નથી. પરંતુ 2021 નો TR થી PR પ્રોગ્રામ અત્યંત લોકપ્રિય હોવાથી આ માર્ગ પણ ઝડપથી ભરાઈ શકે છે.

Canada-PR1

યુએસ H-1B વિઝા ધરકો માટે PRનો ઝડપી માર્ગ

કેનેડાના 2025 બજેટમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો કે H-1B વિઝા ધરાવતા યુએસમાં કામદારો માટે ખાસ PR માર્ગ શરૂ થશે. આ માર્ગ ખાસ કરીને ટેક, હેલ્થકેર અને રિસર્ચ ક્ષેત્રના ઉચ્ચ કુશળ પ્રોફેશનલ્સ માટે છે. 2023 માં સમાન પાઇલટમાં10,000 H-1B ધારકોને 3 વર્ષની ઓપન વર્ક પરમિટ મળ્યા હતા જે પ્રોગ્રામ થોડા દિવસોમાં જ ભરાઈ ગયો હતો. પરંતુ નવો PR માર્ગ 2026 પહેલાં શરૂ થઈ શકે છે. પરંતુ ચોક્કસ તારીખ અને પાત્રતા હજુ જાહેર નથી.

આ પણ વાંચો: વર્ક પરમિટ નથી મળી? તો શું કેનેડામાં રહી શકશે ભારતીય વિદ્યાર્થીઓ? જાણો નિયમ

બાંધકામ ક્ષેત્ર માટે નવો PR પ્રસ્તાવ

માર્ચ 2025 માં IRCC એ જાહેરાત કરી હતી કે 14,000 વિદેશી બાંધકામ કામદારોને કેનેડામાં પ્રવેશ આપવામાં આવશે. તેમાંથી 6,000 જગ્યાઓ બિન-દસ્તાવેજીકૃત કામદારો માટે હશે.

આ માર્ગનો ઉદ્દેશ્ય છે:

  • મજૂરીની તીવ્ર અછત ઘટાડવી
  • રહેઠાણ નિર્માણની વધતી માંગ પૂરી કરવી

આ માર્ગ PR હશે કે વર્ક પરમિટ? સરકારે હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી.

કૃષિ અને માછલી પ્રક્રિયા માટે નવો પ્રાદેશિક PR માર્ગ

આ માર્ગ ખાસ કરીને:

  • ફાર્મ
  • ગ્રીનહાઉસ
  • પોલ્ટ્રી
  • મીટ પ્રોસેસિંગ
  • સીફૂડ / માછલી ઉદ્યોગોમાં કામ કરતા કામદારો માટે છે.

આ પ્રોગ્રામમાં નવા “સેક્ટર-સ્પેસિફિક વર્ક પરમિટ” પણ હશે.પાત્રતા નિયમો ટૂંક સમયમાં જાહેર થશે.

EMPP — શરણાર્થીઓ માટેનો પાઇલટ હવે કાયમી PR પ્રોગ્રામ બનશે

EMPP પાઇલટ 31 ડિસેમ્બર 2025 ના રોજ પૂરું થશે અને 2026 માં તે કાયમી બની જશે.

2019–2025 દરમિયાન 970 લોકો આ માર્ગથી કેનેડામાં આવ્યા છે.આ માર્ગ માટે આવશ્યક છે:

  • શરણાર્થી અથવા વિસ્થાપિત સ્થિતિ
  • કામનો અનુભવ
  • ડિગ્રી/કૌશલ્ય
  • ભાષા સ્કોર

હોમ-કેર વર્કર્સ પાઇલટ ફરી ખુલશે

2025 ના બે પાઇલટ Child Care & Home Support પ્રથમ જ દિવસે ભરાઈ ગયા હતા. જે 2026 માં ફરીથી ખૂલવાની અપેક્ષા છે.

કેનેડિયન નોકરીની ઓફર

CLB 4 અથવા વધુ

હાઈસ્કૂલ ડિગ્રી

ઓછામાં ઓછો 6 મહિનાનો અનુભવ

આ પણ વાંચો: હવે H1B વિઝા મેળવવા ભારતીયોને અઘરા પડશે? બનાવ્યા કડક નિયમો, જાણી લેજો

vtv app promotion

ગ્રામ્ય (RCIP) અને ફ્રેન્ચ (FCIP) સમુદાય PR માર્ગો

આ માર્ગો નાના શહેરોમાં શ્રમની અછત પૂરી કરવા માટે છે. એમ્પ્લોયર તરફથી ફુલ-ટાઈમ નોકરીની ઓફર

આપવામાં આવશે. જેમાં છેલ્લાં 3 વર્ષમાં 1 વર્ષનો અનુભવ અથવા તે જ સમુદાયમાં અભ્યાસ , સેટલમેન્ટ ફંડ્સ જરૂરી છે. આ માર્ગો ખાસ કરીને ભારતીયો માટે આકર્ષક છે, ખાસ કરીને આમાં લાગુ પડશે.

  • હેલ્થકેર
  • રિટેઇલ
  • ફૂડ સર્વિસ
  • કન્સ્ટ્રક્શન
  • ફ્રેન્ચ બોલતા ક્ષેત્રો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Canada PR 2026 TR to PR program Canada immigration news

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ