બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / now women can also offer namaj at jama masjid as seperate has been built for them in mumbai

પહેલ ! / દેશની આ મસ્જિદમાં મહિલાઓ પણ અદા કરી શકશે નમાજ, કરાઈ ખાસ વ્યવસ્થા

Published By: Mayur

Last Updated: 11:04 AM, 21 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈસ્લામ ધર્મમાં મહિલાઓને મસ્જિદોમાં અંદર જઈને નમાજ પઢવાની અનુમતિ નથી. મહિલાઓ મસ્જિદોમાં જઈને પ્રાર્થના નથી કરી શકતી કારણ કે તેના પર પ્રતિબંધ હોય છે. પણ હવે તેમાં ફેરફાર થઈ રહ્યો હોય એવું લાગે છે.

  • મુંબઈની આ મસ્જિદે ખૂબ જ સારી વ્યવસ્થા ઉભી કરી
  • મોટા ભાગની મસ્જિદોમાં મહિલા નમાઝ પઢી શકતી નથી
  • આ મસ્જિદમાં મહિલાને આપવામાં આવી છે છૂટી

મુંબઈ શહેરની એક મસ્જિદ એવી છે કે જેમાં આ વિચારને બદલવાની જવાબદારી ઉપાડી છે. આ મસ્જિદમાં મહિલાઓની નમાજ પઢવાની સુવિધાની શરુઆત કરવામાં આવી છે. મુંબઈની જુમ્મા મસ્જિદમાં હવે મહિલાઓ ન માત્ર પ્રવેશ કરી શકશે, પરંતુ તેઓ મસ્જિદમાં નમાજ પણ અદા કરી શકશે. 

મહિલાઓ માટે કરવામાં આવી ખાસ વ્યવસ્થા

દક્ષિણ મુંબઈના સૌથી મોટા અને પ્રસિદ્ધ બજારોમાંના એક ક્રોફર્ડ માર્કેટમાં સ્થિત જુમા મસ્જિદ (જામા મસ્જિદ) જુની મસ્જિદોમાંની એક છે. ભીડભાડ વાળા બજારમાં સ્થિત આ મસ્જિદમાં રોજના સેંકડો લોકો નમાજ પઢવામાં આવે છે. પરંતુ હવે આ મસ્જિદને મહિલાઓ માટે જે પગલા લીધા છે તેની ઘણી સરાહના કરવામાં આવી રહી છે. મસ્જિદ ટ્રસ્ટ અનુસાર હવે આ મસ્જિદમાં મહિલાઓને નમાજ પઢવા માટેની ખાસ વ્યવ્સથા કરી છે.

ગ્રાઉન્ડ ફ્લોર પર મહિલાઓને નમાજ માટે અલગ જગ્યા

દશકાઓ જુની આ મસ્જિદ 3 માળની છે, જેના ગ્રાઉન્ડ ફ્લોર પર મહિલાઓને નમાજ માટે અલગ જગ્યા બનાવી આપી છે. આ સુવિધા તે મહિલાઓ માટે ખાસ છે જે બજારોમાં ખરીદારી કે બીજા અન્ય કામોના લીધે ચાલીને ઘરથી દુર જાય છે પરંતુ નમાજના સમયે નમાજ અદા નથી કરી શકતી. મસ્જિદની આ પહેલથી મુસ્લિમ મહિલાઓ ઘણી ખુશ છે. મહિલાઓનું કહેવું છે કે કુરાનમાં મહિલાઓને મસ્જિદોમાં નમાજ પઢવાની ના નથી પાડી, પરંતુ કેટલાક લોકો આ પ્રકારની વાતો કહીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મહિલાઓ આ વાતથી ખુશ છે કે જુમા મસ્જિદની આ પહેલથી હવે તેઓને શહેરની બીજી મસ્જિદોમાં પણ નમાજ પઢવાની સુવિધા મળી શકશે.

મહિલાઓને મસ્જિદમાં નમાજ પઢવાના કેટલાક નિયમો છે

જુમા મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટી શોએબ ખાતિબે જણાવ્યું કે તેમની મસ્જિદ ઘણી મોટી છે અને ઘણી જગ્યા પણ છે.  તેથી તેઓેએ પોતાના મૌલવી-મૌલાના અને ટ્રસ્ટના અન્ય લોકો જોડે વિચાર-વિમર્શ કર્યો, જેમાં મહિલાઓને અલગ નમાજ પઢવાની સુવિધા આપવાની વાત પર સંમતિ થઈ હતી અને મહિલાઓ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. શોએબને પુછવામાં આવ્યું કે મુસ્લિમ મહિલાઓને મસ્જિદોમાં નમાજ પઢવાની રજા કેમ નહિં ? તો તેઓેએ સ્પ્ષ્ટ જણાવ્યું કે ઈસ્લામમાં એક નિયમ છે કે જેને સૌ કોઈએ પાલન કરવું જોઈએ. મહિલાઓને મસ્જિદમાં નમાજ પઢવા માટે જે નિયમ છે જેમકે અન્ય પુરુષની નજર ના પડે, તેઓ પુરુષોથી અલગ નમાજ પઢે, આ નિયમોંનું પાલન થવું જરુરી છે.  આ પગલામાં અમે આ બધા નિયમોનું પાલન કર્યુ છે. આ વાતને સુનિશ્ચિત કર્યા પછી ટ્રસ્ટની તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો.

ટ્રસ્ટના ચેરમેન પણ આ વાતથી ખુશ છે કે તેમની આ પહેલથી બીજી મસ્જિદોમાં પણ મુસ્લિમ મહિલાઓને નમાજ પઢવાની સુવિધા આપવા પર વિચાર કરશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Islam Jama Masjid Mumbai Religion મસ્જિદ મહારાષ્ટ્ર મુંબઈ Maharashtra

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ