બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Now private employees get benefit of BH series in car scooter

રાહત / હવે પ્રાઇવેટ નોકરી કરતા કર્મચારીઓને પણ મળશે કાર-સ્કૂટરમાં BH શ્રેણીનો લાભ, જાણો વિગત

Kishor

Last Updated: 06:57 PM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે મોટર વાહન રજીસ્ટરેશન માટે ભારત (BH) શ્રેણી શરૂઆત કર્યા બાદ જે લોકો ટ્રાન્સફરેબલ નોકરી કરે છે તેમના માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે.

 

  • સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો 
  • ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ પણ BH શ્રેણી સરળતાથી લઈ શકશે
  • જૂના વાહન માટે પણ ભારત શ્રેણીનો નંબર આપવામાં આવશે


સરકારે મોટર વાહન રજીસ્ટરેશન માટે ભારત (BH) શ્રેણી શરૂઆત કરી છે. જે લોકો ટ્રાન્સફરેબલ નોકરી કરે છે તેમના માટે સરકાર દ્વારા મહત્વનો  નિર્ણય લેવામાં આવ્યો છે. મોટર વાહન રજીસ્ટરેશનની પોલિસીમાં કેટલાક વધુ સુધારા કરવામાં આવ્યા છે. જેમાં ખાનગી નોકરી કરનારાઓ પણ ભારત (BH) શ્રેણીના નંબર લઈ શકે છે. તેમજ જે લોકો ટ્રાન્સફરેબલ નોકરી કરી રહ્યા છે તેઓ તેમના જૂના વાહન માટે BH સિરીઝ નંબર પણ લઈ શકશે. તેના માટે તેઓએ ઓફિસમાંથી એક ફોર્મ ભરવાનું રહેશે. ભારત સીરિઝ નંબર લીધા પછી, જો તેમને નોકરીના સંબંધમાં અન્ય કોઈ રાજ્યમાં જવું પડશે, તો તેઓને ફરીથી નોંધણીની ઝંઝટમાંથી મુક્તિ મળશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે લીધો મહત્વનો નિર્ણય

 કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ભારત (BH) શ્રેણીના નોંધણી કરતા નિયમોમાં સુધારાની સૂચના આપી છે. આ જરૂરી સુધારાઓને સામેલ કર્યા બાદ સરકારે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં કે 26 ઓગસ્ટ, 2021ના રોજ જનરલ સ્ટેચ્યુટરી રૂલ (GSR) 594(E) હેઠળ BH સિરીઝ રજિસ્ટ્રેશન માર્ક રજૂ કરવામાં આવ્યું હતું. જોકે BH સીરિઝ માર્ક ફક્ત નવા મોટર વાહનોની ખરીદી પર જ ઉપલબ્ધ હતું. ત્યારે સરકારે ગેઝેટમાં સુધારો કરી જૂના વાહનો માટે પણ BH સિરીઝના નંબર ઉપલબ્ધ થશે.  તેઓએ માત્ર નિયત પ્રક્રિયાને અનુસરવાનું છે.  RTO જોશે કે જે વ્યક્તિએ જૂના નંબરને BH સિરીઝમાં બદલ્યો છે તે પાત્ર છે કે નહીં.  આ પછી જૂના વાહન માટે નિયત ફી અને ટેક્સ જમા કરાવીને નવો નંબર આપવામાં આવશે.  નોટિફિકેશન જણાવે છે કે "હાલમાં રેગ્યુલર રજિસ્ટ્રેશન માર્ક ધરાવતાં વાહનો પણ જરૂરી ટેક્સની ચુકવણીને આધીન BH સિરીઝના રજિસ્ટ્રેશન માર્કમાં કન્વર્ટ થઈ શકે છે."

BH સિરીઝ વાળી કારની પણ ખરીદી અને વેચાણ કરી શકશે

સરકારી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે BH સિરીઝ નંબર સાથેનું વાહન પણ વેચવામાં આવશે. પરંતુ તે જોવામાં આવશે કે ખરીદનાર તેની યોગ્યતા પૂરી કરે છે કે નહીં.  જો ખરીદનાર આ નંબરની યોગ્યતા પૂરી કરે છે, તો જૂનું વાહન તેના નામે ટ્રાન્સફર કરવામાં આવશે. 

ખાનગી નોકરી કરતા લોકોને પણ મળશે BH સિરીઝ નંબર

પ્રાઈવેટ જોબ કરતા લોકોને BH સિરીઝ નંબર જોઈતો હોય તો તેમણે તેમની ઓફિસમાંથી વર્કિંગ સર્ટિફિકેટ આપવું પડશે.  તેમાં લખવામાં આવશે કે વ્યક્તિ આ ઓફિસમાં કામ કરે છે.  સાથે જ એ પણ જણાવવું પડશે કે આ કંપનીની સમગ્ર દેશમાં ઓછામાં ઓછા ચાર રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓફિસ છે. જાહેર ક્ષેત્રના ઉપક્રમો વગેરેના કર્મચારીઓ માટે સ્વૈચ્છિક ધોરણે ઉપલબ્ધ છે. દેશના 24 રાજ્યોમાં તેનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.  આ અંતર્ગત અત્યાર સુધીમાં 20,000થી વધુ મોટર વાહનોની નોંધણી કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ