બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદના સમાચાર / No room for internal discontent, no talk of opposing factors, see the meaning of BJP's victory

જનાદેશ / આંતરિક અસંતોષને કોઈ સ્થાન નથી, વિરોધી પરિબળોની કોઈ વાત નથી, જુઓ ભાજપની જીતનો અર્થ

Vishal Khamar

Last Updated: 04:25 PM, 8 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાના પરિણામમાં ભાપજે હાલ સ્પષ્ટ 157 બેઠકો પર જીત હાંસલ કરી છે. ત્યારે ગાંધીનગર કમલમ ખાતે પણ જશ્નનનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • ભાજપમાં આંતરિક અસંતોષને કોઈ સ્થાન નથી
  • સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ અસંતોષ ન ચાલ્યો
  • ગુજરાતના શહેરી વિસ્તારમાં ભાજપનો પ્રભાવ યથાવત છે
  • PMની વિકાસપુરૂષ તરીકેની છબી ગુજરાત સ્વીકારે છે

 ગુજરાત વિધાનસભાના પરિણામમાં ભાપજે હાલ સ્પષ્ટ 157 બેઠકો પર જીત હાંસલ કરી છે. ત્યારે ગાંધીનગર કમલમ ખાતે પણ જશ્નનનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપનાં ભવ્ય વિજય પછીએ સાબિત થઈ જાય છે કે  ભાજપમાં ટિકિટની વહેંચણી વખતે જે અસંતોષ જોવા મળ્યો હતો ત્યારે અસંતોષ છે કે નહી તે આ પરિણામ પરથી લોકો જાણી શકે છે.

રાજકોટ શહેરની તમામ બેઠકો પર ટિકિટ વહેંચણી વખતે અંદરો અંદર જે વિરોધનો વંટોળ હતો તે તમામ વિરોધ આ પરિણામ પરથી જાણવા મળી રહ્યું છે. તેમજ સૌરાષ્ટ્રમાં પણ ટીકિટ વહેંચણી વખતે પણ સૌરાષ્ટ્રમાં વિરોધ જોવા મળ્યો હતો ત્યારે પરિણામ બાદ કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે. 

ગુજરાતની જનતા પીએમની વિકાસપુરૂષની છબીને સ્વીકારે છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ દ્વારા ચૂંટણી જીતવા માટે એટીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે ભાજપને શહેરી વિસ્તામાં પ્રભાવ યથાવત રહ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઓછો પ્રભાવ જોવા મળ્યો હતો. કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારીના મુદ્દા પર ભાજપ પર આક્ષેપો કર્યા હતા. જે આક્ષેપોનો જવાબ ગુજરાતની પ્રજાએ આપ્યો છે. ગુજરાતની જનતાએ વિકાસને મહત્વ આપ્યું છે. ગુજરાતના મતદારો અન્ય પક્ષને વિકલ્પ તરીકે જોતા જ નથી. તેઓ ભાજપને જ એકમાત્ર વિકલ્પ તરીકે જ જુએ છે. પ્રધાનમંત્રીની ગુજરાતના મતદારોને અપીલ કામ કરી ગઈ. ગુજરાતની જનતા પીએમની વિકાસપુરૂષની છબીને સ્વીકારે છે. 

અમદાવાદ જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો 
અમદવાદ શહેર અને જિલ્લાની 21માંથી 19 બેઠકો ભાજપને હવાલે ગઈ છે. ફક્ત દાણીલીમડા અને જમાલપુર ખાડિયા બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે જ્યારે દરિયાપુર બેઠક પર ભાજપના કૌશિક જૈનની જીત તો અસારવા બેઠક પર ભાજપના દર્શનાબેન વાઘેલાની જીત થઈ છે. નરોડા બેઠક પર ભાજપના પાયલ કુકરાણીની જીત થઈ જ્યારે વિરમગામ બેઠક પર ભાજપના હાર્દિક પટેલની જીત થઈ છે જ્યારે દસક્રોઈ બેઠક પર ભાજપના બાબુ જમના પટેલની જીત તો બીજી તરફ સાણંદ બેઠક પર ભાજપના કનુ પટેલની જીત થઈ છે નિકોલની વાત કરીએ તો જગદીશ વિશ્વકર્મા જેઓ ભાજપના ઉમેદવાર તેમની જીત થઈ છે. ધોળકા બેઠક પર ભાજપના કિરીટસિંહ ડાભીની જીત થઈ છે ધ્રાંગધ્રા બેઠક પર ભાજપના કાળુ ડાભીની જીત તો બીજી તરફ ઘાટલોડિયા બેઠક પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જીત થઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

BJP Result gujarat vidhansabha ગુજરાત ભાજપ વિધાનસભા Vidhansabha Election 2022
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ