બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Nitin Patel's reply in the Assembly on the issue of rising petrol and diesel prices, if we bring in GST, the revenue will go down

ભડકે જ બળશે / ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાના સપના ન જોતા, નીતિન પટેલે જુઓ શું આપ્યું નિવેદન

Published By: Vishnu

Last Updated: 06:41 PM, 28 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર વધારાના ફંડનું આયોજન ના કરે ત્યાં સુધીમાં GST સમાવેશ ના કરાય નીતિન પટેલનો વિધાનસભામાં જવાબ

  • પેટ્રોલ-ડીઝલનો GSTમાં સમાવેશ અંગે નીતિન પટેલનું ગૃહમાં નિવેદન
  • કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલ નોGST હેઠળ લાવવા કરી હતી માંગ 
  • GSTમાં સમાવેશ થાય તો રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થાય 

ઈંધણના ભડકે બળતા ભાવનો મુદ્દો આજે વિપક્ષ દ્વારા વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો હતો જેનો જવાબ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યો હતો. કોંગ્રેસની માંગ હતી કે પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવામાં આવે. તેના જવાબમાં નીતિન પટેલે કહ્યું હતું કે પેટ્રોલ-ડીઝલ ને જીએસટી માં સમાવેશની માંગણી અયોગ્ય, GSTમાં સમાવેશ થાય તો રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થાય સાથે ગૃહમાં એ પણ જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલનો સમગ્ર દેશમાં સૌથી ઓછો ટેક્સ ગુજરાતમાં છે. તો હાલ મળતી 100 ટકા આવકને અડધી કેમ કરવી જોઈએ? 

GSTમાં ઈંધણ આવે તો રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થાય: નીતિન પટેલ
કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલ નોGST હેઠળ લાવવા માંગ  કરી હતી. આ મામલે ભાજપના નેતા નીતિન પટેલનું ગૃહમાં નિવેદન કર્યુ હતું તેમણે જણાવ્યુ હતું કે પેટ્રોલ-ડીઝલને GSTમાં સમાવેશની માંગણી અયોગ્ય છે. કેન્દ્ર સરકારને હિસ્સો આપીએ તો ગુજરાતની આવક અડધી થઈ જાય. હાલ મળતી 100 ટકા આવકને અડધી કેમ કરવી જોઈએ ? . કેન્દ્ર સરકાર વધારાના ફંડનું આયોજન ન કરે ત્યાં સુધીમાં GSTમાં સમાવેશ ન કરવામાં આવે. GSTમાં સમાવેશ થાય તો રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થઇ શકે તેમ છે. તેમજ પેટ્રોલ-ડીઝલ નો સમગ્ર દેશમાં સૌથી ઓછો ટેક્સ ગુજરાતમાં છે.

આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો 
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. પેટ્રોલની કિંમતમાં 19 પૈસા અને ડીઝલના ભાવમાં 26 પૈસાનો વધારો થયો છે.. એટલે કે હવે અમદાવાદમા પેટ્રોલની કિંમત 98.25 રૂપિયાએ પહોંચી છે. જ્યારે ડીઝલની કિંમત 96.53 રૂપિયાએ પહોચી છે.

પેટ્રોલ ડીઝલને GSTમાં સમાવેશ કરવા માંગ
પેટ્રોલ-ડીઝલના ભાવને લઇ લોકોને મુશ્કેલી પડી રહી છે. પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ જેવા પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટી હેઠળ આવરી લેવાય તો ઈધણના ભડકે બળતા ભાવ પર લગામ કસી શકાય તેમ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણના વડપણ હેઠળ જીએસટી મંત્રીઓનું સમૂહ આ અઠવાડિયે એટલે કે 17 સપ્ટેમ્બરે પેટ્રોલિયમ પદાર્થોના એક દેશ, એક ભાવના પ્રસ્તાવ પર વિચારણા  કરી હતી. એ જ દિવસે જીએસટી કાઉન્સિલની 45મી બેઠક પણ યોજાઇ હતી. કેરળ હાઇકોર્ટના આગ્રહ બાદ મંત્રીઓના સમૂહે આ પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. જો મંત્રીઓના સમૂહમાં આ મુદ્દે સહમતિ થશે તો આ પ્રસ્તાવ જીએસટી કાઉન્સિલને સોંપવામાં આવશે. એ પછી કાઉન્સિલ આ પ્રસ્તાવ પર વિચારણા કરશે. ત્યારે આવનાર સમયમાં સરકાર તરફથી લોકોને મોટી રાહત મળે તો નવાઈ નહીં

કેમ GSTમાં ન આવ્યું પેટ્રોલ-ડીઝલ?

  • રાજ્ય સરકારોએ રેવન્યૂ કલેક્શન ઓછું થવાને કારણે કર્યો વિરોધ
  • કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલ-ડીઝલથી થાય છે મોટી કમાણી
  • કેન્દ્રને મોટી રેવન્યૂ મળે છે, રાજ્યો પોતાની રીતે લગાવે છે વેટ 
  • વેટની મોટી આવક રાજ્ય સરકારોને મળે છે
  • જો પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવી દેવાય તો નિશ્ચિત આવક જ મળે
  • વિવિધ રાજ્યો પોતાની રીતે અલગ અલગ વેટ ન લગાવી શકે
  • દેશના અલગ અલગ રાજ્યોમાં હોય છે અલગ અલગ ભાવ
  • કર્ણાટક, કેરળ અને મહારાષ્ટ્રએ પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવાનો વિરોધ 
  • આ રાજ્યોને 8 હજાર કરોડનું થઈ શકતું હતું નુકસાન

ઓગસ્ટ મહિનામાં સરકારે ઈધણના ભડકે બળતા ભાવ માટે અગાઉની UPA સરકારને જવાબદાર ઠેરવી હતી

  • પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા સરકારની તૈયારી નહીં
  • એક્સાઇઝ ડ્યુટીમાં કોઇ ઘટાડો નહી કરાયઃ નાણામંત્રી નિર્મલા સીતારમન
  • ભાવ વધારા પાછળ UPA સરકારને ગણાવી જવાબદાર
  • UPA સરકારના ઓલઇ બોન્ડનું પેમેન્ટ કરવાનું બાકી છેઃ નાણામંત્રી
  • સરકારે છેલ્લા 5 વર્ષમાં 62 હજાર કરોડનું વ્યાજ ચૂકવ્યું છે
  • 2026 સુધી વધુ 37 હજાર કરોડ ચૂકવવાના છેઃ નાણામંત્રી
  • વ્યાજના કારણે કુલ બાકી રકમ 1.30 લાખ કરોડ સુધી પહોંચી
  • જો ઓઇલ બોન્ડનું ભારણ ન હોત તો એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો શક્ય બન્યો હોત

સંકળાયેલા મુદ્દાઓ

Diesel Fuel Prices GST Gujarat Legislative Assembly Nitin Patel Petrol fuel government revenue ઈંધણ ઈંધણમાં ભડકો ગુજરાત વિધાનસભા ગુજરાત સરકાર આવક જીએસટી ડીઝલ નીતિન પટેલ પેટ્રોલ Petrol And Diesel Prices

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ