ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-25285

NULL / NULL

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

મોબાઈલ કંપની LGએ દેશનો સૌ પ્રથમ પેનિક બટન સાથેનો સ્માર્ટફોન K10 2017 લોન્ચ કર્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદે પણ હાજર રહ્યા હતા. આ મોબાઈલમાં પેનિક બટન પાછળની બાજુ આપવામાં આવ્યું છે. બટનને સતત ત્રણ વખત દબાવવા પર તે આપમેળે રાષ્ટ્રીય ઇમર્જન્સી હેલ્પલાઈન નંબર 112 સાથે કનેક્ટ થઈ જશે. આ નંબરથી પોલીસ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ જેવી જરૂરી મદદ પણ મેળવી શકાય છે. એટલું જ નહીં જો ફોનમાં નેટવર્ક ન પણ હોય તો પણ તે કામ કરી શકે છે. જોકે તેમાં જીપીએસની સુવિધા એક જાન્યુઆરી 2018થી શરૂ કરવામાં આવશે.

ભારતમાં આ ફોનનું ડ્યુઅલ સિમ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીએ જાણકારી આપી છે કે આ ફોન VoLTE સાથે ViLTE ફીચરથી સજ્જ છે. રિયર પેનલ પર ફિન્ગરપ્રિન્ટ સેન્સર છે. એલજી કે10 (2017) 9 ક્ષેત્રીય ભાષાને પણ સપોર્ટ કરશે.

  • આ ફોન એન્ડ્રોઈડ 7.0 નૂગા પર આધારિત હશે. 
  • ફોનમાં 5.3 ઇંચની એચડી (720x1280 પિક્સલ) ડિસ્પ્લે છે. 
  • તેમાં 1.5 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર મીડિયાટેક એમટી6750 ચિપસેટની સાથે 2 જીબી રેમ આપવામાં આવી છે. 
  • ગ્રાફિક્સ માટે માલી-ટી860એમપી2 જીપીયૂ ઇન્ટિગ્રેટેડ છે.

ફોનમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરા છે. તે સીમોસ સેન્સર અને ફ્લેશની સાથે આવશે. સેલ્ફીના દીવાના માટે 5 મેગાપિક્સલના સેન્સર આપવામાં આવ્યા છે. ઇનબિલ્ટ સ્ટોરેજ 16 જીબી છે અને યૂઝર જરૂરત પડવા પર 2 ટીબી સુધી માઈક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરી શકશે. 4જી એલટીઈ ઉપરાંત એલજી કે10 (2017)ના કનેક્ટિવિટી ફીચરમાં વાઈ-ફાઈ 802.11 બી/જી/એન જીપીએસ/એ-જીપીએસ માઈક્રો-યૂએસબી એફએમ રેડિયો બ્લૂટૂથ વી4.1 અને 3.5 એમએમ જેક સામેલ છે. ફોનની બેટરી 2800 એમએએચની છે. તેનું ડાયમેંશન 148.7x75.2x7.9 મિલીમીટર છે અને વજન 142 ગ્રામ. એક્સેલેરોમીટર એમ્બિયન્ટ લાઈટ સેન્સર મેગ્નેટોમીટર અને પ્રોક્સિમીટી સેન્સર આ ફોનનો ભાગ નથી.

ઉલ્લેખનીય છે કે સરકારે એપ્રિલ 2016માં જાહેરાત કરી હતી કે એક જાન્યુઆરી 2017થી દેશમાં વેચાતા તમામ હેન્ડસેટોમાં પેનિક બટન હોવા ફરજિયાત હશે. આદેશ અનુસાર પેનિક બટ દબાવવા પર સીધા જ ઇમર્જન્સી નંબર 112 પર કોલ લાગી જશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ