બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / news_detail-25028

NULL / NULL

Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

પુણેની ઈલેક્ટ્રિક મોટરસાકલ સ્ટાર્ટપ કંપની ટોર્ક મોટરસાઈકલ આ વર્ષના અંત સુધીમાં પોતાની પહેલી ઈલેક્ટ્રિક બાઈક રજૂ કરવા જઈ રહી છે. કંપનીનું કહેવું છે કે આ બાઈકને ખરીદનારા ગ્રાહકોના ઘરે જઈને બાઈક સર્વિસ કરી આપશે. 

ટોર્ક મોટરસાઈકલના CEO કપિલ શેલ્કેએ કહ્યું કે અમારી બાઈક ખરીદનારા ગ્રાહકોને અમે તેમની જગ્યા પર જઈને બાઈક સર્વિસની સુવિધા આપીશું. જો કોઈ ગ્રાહક બાઈકની સમસ્યાને લઈને કંપનીને ફોન કરશે તો ગ્રાહકની તે જગ્યા પર જઈને તેની સમસ્યાને દૂર કરવામાં આવશે. પછી તેમાં કઈ રિપેરિંગનું કામ હોય કે અન્ય પાર્ટ રિપ્લેસ કરવાના હોય. 

શેલ્કેએ કહ્યું ટોર્કે પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં પોતાની ઈલેક્ટ્રીક મોટરસાઈકલ T6Xને બેંગ્લોરમાં રજૂ કરી હતી. ત્યારથી અત્યાર સુધીમાં કંપનીને આ બાઈક માટે 10 ગણી બુકિંગ મળી છે. કંપની પાસે 25 એન્જિનિયર્સનો સ્ટાફ છે પરંતુ જલ્દી જ તેને વધારીને 100-150 સુધીનો કરવાની તૈયારી છે. 

આ બાઈકના ખાસ સ્પેસિફિકેશનની વાત કરીએ તો ટોર્ક T6X એક વારમાં ફુલ ચાર્જ થયા બાદ 100KM સુધી ચાલશે. કંપનીનો દાવો છે કે માત્ર 20 રૂપિયામાં આ બાઈક 75KM સુધીનું સફર કાપશે. આ બાઈકની શરૂઆતની કિંમત 1.25 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ