ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-21834

NULL / NULL

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

દુનિયાની નંબર વન મોબાઈલ કંપની સેમસંગે ખૂબ ઓછી કિંમતે ભારતમાં 4G સ્માર્ટફોન Z2 લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની કિંમત માત્ર 4 560 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન ગોલ્ડ બ્લેક અને વાઈન રેડ કલરમાં ઉપલબ્ધ હશે. 

કંપનીએ જણાવ્યું હતું કે આ સ્માર્ટફોનને બેંગલુરુ સ્થિત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં તૈયાર કરવામાં આવે છે. આ સ્માર્ટફોન ટાઈઝન ઓએસ પર ચાલતો સેમસંગનો સૌપ્રથન 4G સ્માર્ટફોન છે. આ ફોન LTE 4ના સપોર્ટ સાથે આવે છે. જેથી તે 150 MBPS સુધીની ડાઉનલોડ સ્પીડને સપોર્ટ કરશે.

ટાઈઝન કંપનીની ખાસ વાત છે કે કંપનીએ ભારત માટે કેટલાક ખાસ ફીચર બનાવ્યા છે. તે 12 ભાષાઓને સપોર્ટ કરે છે. સેમસંગે તેની સાથે મની ટ્રાન્સફર એપ પણ લોન્ચ કરી છે જે સ્માર્ટફોનમાં પહેલાથી ઈન્સ્ટોલ કરેલી મળશે. આ એપની મદદથી યૂઝર 5 000 રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકશે. 

જાણો તેના સ્પેશિફિકેશન
સેમસંગ Z2 સ્માર્ટફોન ટાઈઝન OS 2.4 પર આધારિત છે અને તેમાં 4 ઈંચની ડિસ્પલે હશે.
ફોનમાં 1.5 ગીગીહર્ટઝ ક્વોડ-કોર પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમાં 1 GB રેમ મળશે.
સેમસંગનો આ સ્માર્ટફોન ડ્યુઅલ સિમ 4G કનેક્ટિવિટી સાથે આવે છે. 
ફોનમાં 8GB ઈનબિલ્ટ સ્ટોરેજ છે જેને માઈક્રો કાર્ડની મદદથી 128GB સુઘી વધારી શકાય છે. 
ઉપરાંત સેમસંગ Z2માં 5 મેગાપિક્સલનો રિયર કેમેરા LED ફ્લેશ સાથે હશે અને ફ્રન્ટમાં VGA કેમેરા આવેલો છે. 
સારા બેટરી બેક-અપ માટે તેમાં 1500mAhની બેટરી છે. કંપનીના દાવા પ્રમાણે 4G બ્રાઉઝિંગ કરવાથી ફોન 8 કલાક સુધી ચાલશે. 
સ્માર્ટફોનમાં OTG ફિચર પણ સપોર્ટ કરશે.  

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ