ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-5346

NULL / સુરતના સુવાલી બીચ પર જિંદગી ડૂબી

Published By: VarunSharma

Last Updated: 03:34 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

સુરત પાસે આવેલા જાણીતા સુવાલી દરિયા કિનારે ચાર યુવાનો નહાવા ગયા હતા. જ્યાં એકાએક ભરતી આવતા ચારેય યુવાનો ડૂબી ગયા હતા. બે યુવાનોને બચાવી લેવાયા છે જો કે 1નું મોત થયુ છે. જ્યારે અન્ય એકની શોધખોળ હજુ ચાલુ છે.

સુરતથી 25 કિલોમીટરના અંતરે સુવાલી દરિયા કિનારો આવેલો છે. અહીં રવિવારની રજા માણવા સુરતીઓ ઉમટી પડતા હોય છે. હઝીરામાં આવેલી ક્રિભકો કંપનીના ચાર કર્મચારીઓ પણ તેમની રજા માણવા સુવાલી આવ્યા હતા. જ્યારે તેઓ આવ્યા ત્યારે દરિયો શાંત હતો. એટલે તેઓ દરિયાની અંદર આવેલી એક ટેકરી પર બેઠા હતા. તેઓ દરિયા સામે બેઠા હતા તે દરમ્યાન એકાએક ભરતી આવી હતી. ભરતીને કારણે તેમની આજુબાજુમાં પાણીનો ભરાવો થઇ ગયો હતો. ચારેય મિત્રોએ બહાર નિકળવાનો પ્રયાસ કર્યો. પરંતુ માત્ર બેને જ તરતા આવડતું હતું.

ચારેય મિત્રોને તણાતા જોઈ લોકોએ પોલીસને જાણ કરી હતી. ફાયર ટીમે તેમને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. ચારેયમાંથી 2 મિત્રો મિથુન નિટવર અને બબલુ પટેલને બચાવી લેવાયા હતા. જો કે લાંબી શોધ બાદ શંકર સાવંત નામના યુવકને મૃત હાલતમાં બહાર લાવવામાં આવ્યો હતો. જો કે ચોથા યુવક બિસ્મયની કોઈ ભાળ મળી નથી. ફાયર મરીન પોલીસ સિવાય પ્રાઈવેટ કંપનીનું હેલિકોપ્ટર પણ તેની શોધખોળમાં જોતરાયું છે.

આ પહેલીવાર નથી બન્યુ કે સુંવાલી દરિયા કિનારે ન્હાવા આવેલા યુવકો ભરતીને કારણે કાળનો કોળીયો બન્યા હોય. આ પહેલા પણ જુદા જુદા ત્રણ બનાવોમાં 10 કરતા પણ વધારે લોકોએ જાન ગુમાવ્યા છે. ત્યારે ફરી રજા માણવા માટે નિકળેલા ચાર યુવાનો સાથે પણ ભરતીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ