ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-25334

NULL / લોકપ્રિય સ્નેક ગેમ સાથે NOKIA 3310 ફોન થયો રિ-લોન્ચ જાણો તેના અન્ય આકર્ષક ફિચર્સ

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

NOKIA બ્રાન્ડનો સૌથી લોકપ્રિય 3310 ફીચર ફોન રવિવારે સત્તાવાર રીતે લોન્ચ થઈ ગયો. ફિનલેન્ડની કંપની એચએમડી ગ્લોબલે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2017માં નોકિયા 3310ને નવા અવતાર અથવા 2017 વર્ઝન લોન્ચ કર્યું. કંપનીએ તેને મોડર્ન ટ્વિસ્ટ નામ આપ્યું છે. નોકિયા 3310 નોકિયા બ્રાન્ડનો અત્યાર સુધીનો સૌથી વધારે વેચાયેલ ફીચર ફોન છે. નોકિયા 3310ની કિંમત 49 યૂરો (અંદાજે 3500 રૂપિયા) હશે. કંપનીએ જાણકારી આપી છે કે નોકિયા 3310 ભારતીય માર્કેટમાં 2017ના બીજા ક્વાર્ટરમાં ઉપલબ્ધ થઈ જશે.

બે કલરના વેરિયન્ટમાં છે ઉપલબ્ધ
નવો NOKIA 3310  હેન્ડસેટ 22 કલાકના ટોક ટાઈમની સાથે આવે છે. કંપનીનો દાવો છે કે તેની બેટરી મહિના સુધી સ્ટેન્ડબાય ટાઈમ આપશે. નોકિયા 3310ની સાથં કંપનીએ લોકપ્રિય સ્નેક ગેમ પણ પાછી લોન્ચ કરી છે. NOKIA 3310 સ્માર્ટફોન ગ્લોસ ફિનિશવાળા વાર્મ રેડ અને યલો કલર અને મેટ ફિનિશ વાળા ડાર્ક બ્લૂ અને ગ્રે કલરમાં મળશે.

3310માં હશે સ્નેકની લોકપ્રિય ગેમ 
નોકિયાએ રવિવારે આયોજિત ઇવન્ટમાં બે નવા સ્માર્ટપોન નોકિય 3 અને નોકિયા 5 પણ લોન્ચ કર્યા. જ્યારે નોકિયા 6ને આંતરરાષ્ટ્રીય બજારમાં ઉપલબ્ધ કરાવવાની પણ જાણકારી આપી. નોકિયા 3310ના જૂના વેરિઅન્ટની જેમ જ નવા વેરિઅન્ટમાં જોરદાર સ્ટેન્ડબાય ટાઈમ મળસે જે આ સ્માર્ટફોનની મહત્ત્વપૂર્ણ ખાસિયતમાંથી એક છે. તેમાં તમને રેગ્યુલર માઈક્રો-યૂએસબી પોર્ટ મળશે એટલે કે પિન ચાર્જરની જરૂર નહીં રહે. નોકિયા 3310નીસાથે લોકપ્રિય સ્નેક ગેમ પણ પરત ફરી છે. કંપનીએ જણાવ્યું કે નવી સ્નેક ગેમને કલર સ્ક્રીન માટે ઓપ્ટિમાઈસ કરવામાં આવી છે. જાણકારી આપવામાં આવી છે કે સ્નેક ગેમ મેસેન્જર એપ દ્વારા પણ ઉપલબ્ધ હશે.

આવા હશે NOKIA 3310ના ફિચર્સ
  • નોકિયા 3310માં એલઈડી ફ્રેશની સાથે 2 મેગાપિક્સલનો રિયર કેમેરા છે. 
  • તેમાં 2.4 ઇંચની ક્વૂવીજીએ ડિસ્પ્લે છે. 
  • હેન્ડસેટ 2જી કનેક્ટિવિટીની સાથે આવશે અને નોકિયા 30+ ઓએસ પર ચાલશે. 
  • ઇનબિલ્ટ સ્ટોરેજ 16 એમબી છે જેને તમે 32 જીબી સુધીના માઈક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરી શકશો. 
  • તેની બેટરી 1200 એમએએચની છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ