બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / news_detail-25312

NULL / NOKIA પોતાના સૌથી સફળ મોડલ 3310ને ફરી રિલોન્ચ કરશે જાણો કેટલી હશે કિંમત

Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

એક સમયે મોબાઈલની દુનિયામાં નંબર-1 રહેનાર Nokia પોતાના જૂના અને ખૂબ જ પોપ્યુલર મોબાઈલ ફોન Nokia 3310ને રીલોન્ચ કરવા જઈ રહી છે. એક અંગ્રેજી સમાચારપત્રમાં પ્રકાશિત અહેવાલ અનુસાર નોકિયા પોતાના મજબૂતી અને લાંબી બેટરી લાઈફને કારણે ઓળખાતા આ ફોનના નવા વર્ઝનને 59 યૂરો એટલે કે અંદાજે 4166 રૂપિયામાં લોન્ચ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે જૂનો નોકિયા 3310ને આજે પણ ઓનલાઈન રીટેલર્સ પાસેથી ખરીદી શકાય છે. કંપની ખુદ નથી વેચતી પરંતુ કેટલાક સેલર્સ તેને આજે પણ વેચી રહ્યા છે. જેમ કે ભારતમાં ઈબે પર જૂનો 3310 ફોન 2500 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. ચાલુ મહીને સ્પેનના બાર્સેલોનામાં થવા જઈ રહેલ ટેક ઇવેન્ટ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં તેના પરથી પડદો ઉંચકવામાં આવશે

આવા હશે ખાસ ફિચર્સ
ચીનની વેબસાઈટ વેચ અનુસાર Nokia 3310માં 84X84 મોનોક્રોમ કલર ડિસ્પ્લે હશે. અહેવાલમાંતેની કિંમત 59 યૂરો (અંદાજે 4166ર રૂપિયા) જણાવવામાં આવી છે. Nokia 3310માં એન્ડ્રોઈડ નહીં હોય પરંતુ આ એક ફીચર ફોનની જેમ જ લોન્ચ કરવામાં આવશે. વિતેલા કેટલાક દિવસથી તેની તસવીરો વાઈરલ થઈ રહી હતી જેમાં એન્ડ્રોઈડ બતાવવામાં આવ્યું છે જે સંપૂર્ણ રીતે કાલ્પનિક છે. ડિઝાઈનના મામલે જૂનો 3310ની તુલનામાં થોડો અલગ હશે કારણ કે તેની સ્ક્રીન પહેલા કરાતં વધારે સારી હશે અને વધારે બ્રાઈટ હશે. અહેવાલ અનુસાર તેમાં કલર્સ પણ હશે જોકે તેનું રિઝોલ્યુશન વધારે નહીં હોય. એચએમડી ગ્લોબલ Nokia 3310ને બે અથવા ત્રણ કલર વેરિઅન્ટ રેડ યલો અને ગ્રીનમાં લોન્ચ કરી શકે છે. સૂત્રો અનુસાર Nokia 3310મ મેમાં ભારતમાં આવી શકે છે જે દેખાવે ખૂબ જ સુંદર હશે.

Nokia 3310ને 17 વર્ષ પહેલા 2000માં લોન્ચ કરવામાં આવ્યો હતો. કંપનીએ તેને એટલા માટે રિલોન્ચ કરી રહી છે કારણ કે લોકો તેને પોતાના સેકેન્ડરી ફોન તરીકે ઉપયોગ કરી શકે. જે લોકો પાસે પહેલેથી જ સ્માર્ટફોન છે તે તેને વિશ્વાસું બેટરીવાળા ડિવાઈસ તરીકે ઉપયોગ કરી શકે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ