ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-25245

NULL / રિલાયન્સ Jioની મંથલી ઓફર બાદ અન્ય ટેલિકોમ કંપનીઓના અસ્તિત્વ પર સંકટ ગ્રાહકો

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનિઓ- ભારતી એરટેલ વોડાફોન ઈન્ડિયા અને આઈડિયા સેલ્યુલરને પોતાના પ્રીમિયમ ગ્રાહકોને બચાવવા માટે ઝડપી ડેટાના રેડમાં ઘટાડો કરવો પડશે. કેમ કે રિલાયન્સ જિયો ઈન્ફોકોમે 1 એપ્રિલથી 303 રૂપિયાના મંથલી ચાર્જ પર અનલિમિટેડ વોઈસ કોલ અને 28 જીબી ડેટાની ઓફર કરી છે. એક્સપર્ટેના મતે આ ઓફર જિયો તે માટે લઈને આવ્યું છે કેમકે તેઓ એરટેલ વોડાફોન અને આઈડિયાના ગ્રાહકોને પોતાની કંપનીમાં જોડવા માંગે છે. એવું માનવામાં આવે છે કે બીજી કંપનીઓના ગ્રાહકો પણ બીજી સિમકાર્ડના રૂપમાં જિયોનો ઉપયોગ કરે છે.

જો આ કંપનીઓ પોતાના ગ્રાહકોને બચાવવા ડેટાની કિંમતોમાં મોટો ઘટાડો કરે છે તો તેમને આની મોટી કિંમત ચૂકવવી પડશે. એક ટેલિકોમ કંપનીના સીનિયર એક્ઝિક્યુટીવે જણાવ્યું કે જિયોની બરાબર ટેરિફ ઓફર કરવા માટે એરટેલ વોડાફોન અને આઈડિયાની 40થી 50 ટકા આવક જઈ શકે છે જે સામાન્ય રીતે પ્રીમિયમ ગ્રાહકો પાસેથી મેળવે છે. રેટ ઘટાડવાથી આવક અને નફામાં મોટો ઘટાડો થશે. 

ઈન્ડસ્ટ્રી એક્સપર્ટનું કહેવું છે કે સામાન્ય રીતે આ ગ્રાહકો પાસેથી મહિનામાં સરેરાશ 700થી 1 000 રૂપિયાની આવક થાય છે. જો તે જિયો જેટલું ડેટા ઓફર કરે છે તે તેમની આવકમાં શોર્ટ ટર્મમાં ઘણી મોટો ઘટાડો આવી શકે છે. એક્સપર્ટોના જણાવ્યા અનુસાર જો આ કંપનીઓ પોતાના ગ્રાહકોને બચાવવાની કોશિશ નહી કરે તો યૂઝર્સને જિયોની 28 જીબીની ઓફર સારી લાગી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ