ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-24989

NULL / BSNL લાવ્યું સૌથી સસ્તા ઈન્ટરનેટ પ્લાન સાથે જ માત્ર રૂ.49માં અનલિમિટેડ કોલિંગ

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

દેશમાં રિલાયન્સ Jioના લોન્ચિંગ બાદથી દરેક ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે અવનવા પ્લાન અને ઓફરો રજૂ કરી રહી છે. તેવામાં હવે સરકારી ટેલીકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) લેન્ડલાઈનથી રવિવાર અને રાત્રે કરવામાં આવતા અનલમિટેડ કોલનું માસિક ભાડું 99 રૂપિયાથી ઘટાડીને 49 રૂપિયા કર્યું છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે લેન્ડલાઈ સેવા તરફ નવા ગ્રાહકોને આકર્ષિત કરવા માટે કંપનીએ એક્સપીરિયન્સ લેન્ડલાઈન 49 પ્લાન રજૂ કર્યો છે.

BSNLએ જારી કરેલ એક નિવેદનમાં કહ્યું છે કે કંપનીએ બજારમાં ઉપલબ્ધ હાલના સ્પેશિયલ ટેરિફ વાઉચર (STV) પર ચાર ગણો વધારે ડેટા આપવાનો નિર્ણય કર્યો છે. હવે 291 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને ચાર ગણો વધારે 8જીબી ડેટા મળશે. જ્યારે પહેલા આ પ્લાનમાં માત્ર 2જીબી ડેટા મળથો હતો. જ્યારે 78 રૂપિયાવાળા પ્લાનમાં પણ બેગણો એટલે કે 2જીબી ડેટા મળશે. BSNLનું કહેવું છે કે આ ઓફર થકી અમારા ગ્રાહકોને ફકત રૂપિયા ૩૬માં 1 GB ડેટા મળશે જે સૌથી સસ્તો કહી શકાય. આ ઓફર ૬ ફેબ્રુઆરી ૨૦૧૭થી લાગુ થશે. હાલ રિલાયન્સ જીયો ૩૧ માર્ચ ૨૦૧૭ સુધી મફત 4G ઇન્ટરનેટ સેવા આપે છે. જેમાં ગ્રાહકો તે રોજના 1 GB ડેટા મફત મળે છે. જ્યારે અન્ય ખાનગી કંપનીઓ ૫૦ રૂપિયામાં 1 GB ડેટા આપે છે.

ફિક્સ લાઈન બ્રોડબેન્ડના મામલે 9.95 મિલિયન ગ્રાહકોની સાથે બીએસએનલ આજે પણ ટોપ પર છે પરંતુ મોબાઇલ બ્રોડબેન્ડમાં તે માત્ર 20.39 મિલિયન ગ્રાહકોની સાથે પાંચમાં નંબર પર છે. જ્યારે રિલાયન્સ જિયો પોતાના લોન્ચ કર્યાના ત્રણ મહિનાની અંદર જ 52.23 મિલિયન ગ્રાહકોની સાથે જ દેશની સૌથી મોટી મોબાઈલ બ્રોડબેન્ડ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર બની ગઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ