બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / news_detail-22832

NULL / તમે પણ હશો અજાણ USB OTG કેબલના આ ઉપયોગો વિશે સ્માર્ટફોનને બનાવો સુપર સ્માર્ટ

Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

આજની ઝડપી દુનિયામાં સ્માર્ટફોન તમારા રોજિંદા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. કારણ કે હવે કોઈપણ કામ કોમ્પ્યુટર વિના જ સ્માર્ટફોનથી ઘણી સરળતાથી કરી શકાય છે. મોબાઈલ માટે શોધાયેલા યૂએસબી ઓટીજી કેબલને મહત્વપૂર્ણ આવિષ્કાર કહેવાય તો પણ ખોટું નથી. આ USB OTG કેબલની મદદથી તમે સ્માર્ટફોન સાથે અલગ-અલગ ડિવાઈસને અટેચ કરીને સરળતાથી યૂઝ કરી શકો છો.

પોર્ટેબલ ફ્લેશ ડ્રાઈવ તરીકે
પોર્ટેબલ ફ્લેશ ડ્રાઈવને પણ પોતાના એન્ડ્રોઈડ સ્માર્ટફોન સાથે કનેક્ટ કરીને યૂઝ કરી શકો છો. તેના માટે તમને ફ્લેશ ડ્રાઈવને કેબલનાં સેકન્ડરી પોર્ટથી અટેચ કરવું પડશે અને ત્યાર બાદ તમે પોતાના સ્માર્ટફોનથી ફ્લેશ ડ્રાઈવની શેયર્ડ સ્ટોરેજને એક્સેસ કરી શકશો.

કી-બોર્ડ તરીકે 
કેટલીક વખત સ્માર્ટફોનની ઓન સ્ક્રીન કીબોર્ડ સાઈઝમાં ઘણી નાની હોય છે જેનાથી મેસેજ અથવા ઈ-મેલ ટાઈપમાં યુઝરને મુશ્કેલ અનુભવે છે. તો તેવામાં તમે ઓટીજી કેબલની મદદથી યૂએસબી કીબોર્ડને અટેચ કરીને સરળતાથી ઉપયોગ કરી શકાય છે પરંતુ તમારે પોતાના એન્ડ્રોઈડ સ્માર્ટફોનનાં સેટીંગ્સમાં જઈને બિલ્ટ-ઈન સેટીંગ્સને અનેબલ કરીને કોન્ફીગર કરવું પડશે. ત્યાર બાદ તમે લોંગ મેસેજ અને ઈમેલને સરળતાથી કી-બોર્ડની મદદથી ટાઈપ કરી શકશો.

ગેમ કન્ટ્રોલર તરીકે
સ્માર્ટફોનની ટચ સ્ક્રીન પર ગેમ રમીને તમે બોર થઇ ગયા છો તો તમે ઓટીજી કેબલની મદદથી ગેમ કન્ટ્રોલરને સરળતાથી સ્માર્ટફોન સાથે અટેચ કરીને ગેમની મજા લઇ શકો છો. આ કન્ટ્રોલની મદદથી રેસિંગ અને સ્પોર્ટ્સ ગેમ રમવામાં યુઝરને અલગ અનુભવ મળશે.

સાઉન્ડ કાર્ડ તરીકે
સ્માર્ટફોનની સાઉન્ડ ક્વોલિટીને વધારવા ઈચ્છો છો તો તેમાં પણ ઓટીજી કેબલ તમારી મદદ કરી શકે છે. તેનાથી તમે સ્માર્ટફોન પર જ યૂએસબી સાઉન્ડ કાર્ડથી હાઈ ક્વોલિટી સાઉન્ડ એક્સપીરિયંસની મજા ઉઠાવી શકો છો.

કેમરા તરીકે
ફોટોગ્રાફર ફોટાઓને ક્લિક કરવા માટે દુનિયાભરમાં ફરે છે પરંતુ દરેક જગ્યાએ તેઓ પોતાનું લેપટોપ નથી લઇ જઈ શકતા તો આ ઓટીજી કેબલની મદદથી ફોટોગ્રાફર આ ક્લિક કરેલા ફોટોઝને સેન્ડ કરી શકે છે. કેમરાની મેમરી ફૂલ થવા પર તેની મદદથી યુઝર કેમરાની સ્પેસને ફ્રી કરી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ