ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-22806

NULL / iPhone7ને ટક્કર આપશે આ ફોન 8 જીબી રેમ અને 23 એમપી વાળો સ્માર્ટફોન

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

આજના ઝડપી યુગમાં સ્માર્ટફોન વગર કોઈને ન ચાલે. ત્યારે સ્માર્ટફોન યૂજર્સમાં થઈ રહેલા ધરખમ વધારાને ધ્યાનમાં રાખતા મોબાઇલ કંપનીઓ દ્વારા એકથી એક નવાં ફિચર્સ ધરાવતા ફોન બજારમાં ઢાલવી રહ્યા છે. સ્માર્ટફોનમાં જેનો દબદબો છે એવા આઈફોનને ટક્કર આપવા હવે જલદીજ જોરદાર સ્માર્ટ ફોન આવી રહ્યો છે.

ચાઇનીઝ કંપની વન પ્લસે એપલને જોરદાર ટક્કર આપવા માટે તૈયારીઓ કરી લીધી છે. વન પ્લસ જલ્દીથી પોતાનો સ્માર્ટફોન વન પ્લસ 4 રજુ કરવા જઇ રહી છે.

આ ફોનની સૌથી મોટી ખાસિયત એ છે કે આ ફોનમાં 8 જીબી રેમ છે. સામાન્ય રીતે અત્યાર સુધી બજારમાં ર જીબી 3 જીબી કે 4 જીબીના ફોન મળે છે. ત્યાં વન પ્લસ 8 જીબી સાથે બજારમાં આવી રહી છે. આ ઉપરાંત આ ફોનમાં કેમેરા ફંક્શન પણ જોરદાર છે. આ ફોનમાં 
23 મેગા પિક્સલનો કેમેરા છે. જે ફોટોની સારી ગુણવત્તા માટે જબરજસ્ત છે.
આ ઉપરાંત ફિચર્સની વાત કરીએ તો આ ફોનમાં ઓએલઇડી સ્ક્રીન સાથે 4કે રિજોલ્યૂએશનનું ડિસ્પ્લે છે. એપ્લીકેશનની સ્મૂથ ફંક્શનિંગ માટે આને સ્નેપડ્રેગન 820 ચીપથી સજ્જ કરાઇ છે.

વન પ્લસનો આ ફોન એન્ડ્રોઇડ 7.0 નોગેટ પર ઓપરેટ થશે. ગુગલ પિક્સલ અને પિક્સલ એક્સએલ બાદ આ પહેલો સ્માર્ટફોન છે કે જેમાં લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ છે. આ ફોનની કિંમત હશે અને ફોન ક્યારે બજારમાં આવશે એ અંગે હજુ કંઇ નક્કર જાણકારી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ