આઇફોન પર તમામ ઓનલાઇન રીટેલ કંપનીઓ એક્સચેન્જ ઓફર અને કેશબેક આપી રહી છે. આ રેસમાં હવે અનેક ટેલિકોમ કંપનીઓ પણ કૂદી પડી છે. એમાં એરટેલનો પણ સમાવેશ થયા છે. એરટેલ ઓનલાઇન અને રીટેઇલ સ્ટોક પર જઈ આઇફોન7 માત્ર 19 990માં 12 મહીના કરાર સાથે ખરીદી શકાય છે. જેના માટે ગ્રાહકે એરટેલનો ઇન્ફિનિટી પ્લાન લેવો પડશે.
32 જીબી આઇફોન7માં બેઝ મોડલની કિંમત 59 990 રૂપિયા છે તેને 19 990 રૂપિયામાં મેળવી શકાશે. તેના માટે તમારે 1999 અને 2499 ઇન્ફિનિટી પ્લાનમાંથી કોઈ એક લેવો પડશે. 1999ના પ્લાનમાં તમને 5 જીબી ડેટા અને અનલિમિટેડ લોકલ તેમજ એસટીડી કોલિંગ મળશે. જ્યારે 2499ના પ્લાનમાં 10 જીબી ડેટા અને તેની સાથે વિન્ક મ્યુઝિક અને મૂવીનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહેશે.