ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-22706

NULL / તમે Wi-Fi દ્વારા ઇન્ટરનેટના ઉપયોગ સિવાય પણ બીજું ઘણું કરી શકો છો જાણો વધુ . . .

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

મોટા ભાગના લોકો વાઈ-ફાઈનો ઉપયોગ પોતાના ફોન ટેબલેટ્સ અને લેપટોપ્સ પર માત્ર ઇન્ટરનેટ ચલાવવા માટે કરે છે પરંતુ યોગ્ય એપ્સ સાથે તમે વાઈ-ફાઈથી ઘણું બધું કરી શકો છો.
કરણ બજાજ જણાવી રહ્યા છે તમે છ વધુ કયા કામ કરી શકો છો Wi-Fiથી.

1. Group Play
ગ્રૂપ પ્લેને સૌપ્રથમ સેમસંગે પોતાના ફોન અને ટેબલેટ્સમાં રજૂ કર્યું હતું. ગ્રૂપ પ્લે સાથે તમે વાઈ-ફાઈનો ઉપયોગ કરી પોતાની ડિવાઇસથી આસપાસ રહેલાં અન્ય ડિવાઇસીસ પર મ્યુઝિક શેર અને પ્લે કરી શકો છો. તમામ ડિવાઇસીસનું એક જ વાઈ-ફાઈ નેટવર્ક સાથે જોડાવવું જરૂરી છે. તે માટે તમારે એપ ડાઉનલોડ કરવી પડશે અને ત્યાર બાદ તેને અન્ય ડિવાઇસીસ સાથે કનેક્ટ કરવી પડશે.

2. Air display 2
મલ્ટિપલ મોનિટર્સ તમારી પ્રોડક્ટિવિટી વધારી શકે છે. જોકે તમે તેને ઇન્સ્ટોલ ન કરી શકતા હોવ તો તમે કોઈ ટેબ્લેટ કે ફોનનો સેકન્ડ ડિસ્પ્લે માટે ઉપયોગ કરી શકો છો. એર ડિસ્પ્લે 2 (એન્ડ્રોઇડ માટે 636 રૂપિયામાં આઈઓએસ માટે 620 રૂપિયામાં)ની સાથે તમે એન્ડ્રોઇડ ડિવાઇસ કે એપલ આઈફોન આઈપેડને પોતાના કમ્પ્યૂટર માટે સેકન્ડ મોનિટર તરીકે વાપરી શકો છો. બંને ડિવાઇસીસનું એક જ વાઈ-ફાઈ સાથે કનેક્ટ થવું જરૂરી છે અને એડિશનલ સર્વર સોફ્ટવેરને પોતાની વિન્ડોઝ કે મેક કમ્પ્યૂટર પર ઇન્સ્ટોલ કરવું પડશે. તે હાલ વિન્ડોઝ 10ને સપોર્ટ નહિ કરે.

3. AirDroid
જો તમે તમારા એન્ડ્રોઇડ ફોનને કમ્પ્યૂટર સાથે ડેટા ટ્રાન્સફર માટે કનેક્ટ કરો છો તો એરડ્રોઇડ તમારી લાઇફ આસાન બનાવી દે છે. તે ફ્રી છે અને તમારા એન્ડ્રોઇડ ફોન અને કમ્પ્યૂટર વચ્ચે એક વાયરલેસ કનેક્શન બનાવે છે. ઇન્સ્ટોલ કરીને એપને તમારા ફોનમાં ખોલો અને પીસીમાં બ્રાઉઝર પર web.airdroid.com ખોલો. તમે કમ્પ્યૂટર સ્ક્રીન પર ક્યુઆર કોડ સ્કેન કરી શકો છો જેથી સિક્યોર કનેક્શન મેળવી શકો. ત્યાર બાદ તમે તમારા ફોનમાં બેકઅપ લઈ શકો છો. બ્રાઉઝરથી એસએમએસ મોકલી અને રિસીવ કરી શકો છો ફોન નોટિફિકેશન પણ જોઈ શકો છો.

4. AirVideo
તમામ આઈઓએસ ડિવાઇસીસમાં લિમિટેડ સ્ટોરેજ હોય છે. જો તમે તમારા ડિવાઇસ પર ઘણા બધા વીડિયો જોવા માગતા હોવ તો સ્ટોરેજ લિમિટ એક મોટી મુશ્કેલી છે. પોતાના વાઈ-ફાઈ નેટવર્કમાં તમે એક ઇશ્યુને એક એપ એર વીડિયો એચડી (આઈઓએસ પર 620 રૂપિયામાં) દ્વારા સોલ્વ કરી શકો છો. સર્વર સોફ્ટવેરને તમારે કમ્પ્યૂટરમાં ઇન્સ્ટોલ કરવું પડશે. સર્વર શરૂ થતાં તમામ ફોલ્ડર્સને જોડી લો જ્યાં તમારા વીડિયોઝ્ સ્ટોર્ડ છે.

5. Plex
પ્લેક્સ એક ફ્રી ક્રોસ-પ્લેટફોર્મ મીડિયા પ્લેયર સર્વર છે જે વિન્ડોઝ મેક અને લાઇનક્સ પર ઉપલબ્ધ છે. તમે આ વીડિયો ઓડિયો ચલાવવા તથા પોતાના કમ્પ્યૂટર પર રહેલા ફોટો જોવા માટે તેનો ઉપયોગ કરી શકો છો.

6. Mobile Air Mouse
તમે તમારા સ્માર્ટફોન કે ટેબ્લેટને તમારા કમ્પ્યૂટર માટે રિમોટ કંટ્રોલ તરીકે બદલી શકો છો. તે વાઈ-ફાઈનું કામ કરે છે. તમારી સ્ક્રીન તરફ ડિવાઇસ ફેરવવાની જરૂર છે. એન્ડ્રોઇડ યુઝર્સ Mobile Mouse Liteનો ઉપયોગ કરી શકે છે અને બાદમાં પેઇડ વર્ઝન ખરીદી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ