બ્રેકિંગ ન્યુઝ
જ્યારે આપણે કોઇને ચુંબન કરીએ છીએ તો એક કિસ દરમિયાન આશરે 8 કરોડ બેક્ટેરિયાનું આદાન પ્રદાન થાય છે. એમાંથી દરેક બેક્ટેરીયા નુકસાન પહોંચાડનારા ના હોય એવું પણ ના હોય. તેમ છતાં કોઇ વ્યક્તિ કદાચ જ તેનું પહેલું ચુંબન ભૂલી શકતો હશે. એટલું જ નહીં રોમેન્ટિક જીવનમાં પણ કિસની એક મહત્વની ભૂમિકા છે.
ADVERTISEMENT
પશ્વિમ સમાજમાં એકબીજાને કિસ કરવાનું ચલણ ખૂબ વધારે છે. પશ્વિમિ દુનિયાના લોકો એવું પણ માને છે કે કિસિંગ કરવી દુનિયાભરનો સામાન્ય વ્યવહાર છે.
પરંતુ એક નવા સંશોધન પ્રમાણે મનુષ્યોમાં આ ચલણ દુનિયાની દરેક સંસ્કૃતિમાં નથી અડધાથી પણ ઓછામાં કિસનું પ્રચલન છે. એટનું જ નહીં કિસ કરવાની પ્રવૃત્તિ જાનવરોની દુનિયામાં પણ દુર્લભ છે.
ADVERTISEMENT
એવામાં કિસ કરવાના વ્યવહારનું ચલણ શું છે? જો આ ઉપયોગી છે તો દરેક જાનવરોએ કરવી જોઇએ અથવા દરેક વ્યક્તિએ કરવી જોઇએ. જો કે હકીકત એ છે કે જાનવરો વધારે કિસ કરતાં નથી.
આ નવા સંશોધનમાં દુનિયાના 168 સંસ્કૃતિઓ પર અભ્યાસ કરવામાં આવ્યો જેમાં ફક્ત 46 ટકા સંસ્કૃતિમાં લોકો રોમેન્ટિક પળોમાં પોતાના સાથીને કિસ કરે છે. પહેલા એવું અનુમાન લગાડવામાં આવ્યું છે કે 90 ટકા સમસ્કૃતિઓમાં લોકો રોમાન્સની પળોમાં પોતાના સાથીને કિસ કરે છે પરંતુ એવું નથી.
ADVERTISEMENT
એમાં ફક્ત લિપ કિસનું અધ્યયન કરવામાં આવ્યું હતું. માતા પિતા પોતાના બાળકને જે કિસ કરે છે તેનો અભ્યાસમાં સમાવેશ કરવામાં આવ્યો નહતો. કેટલાક આદિમ સમુદાયના લોકોમાં કિસ કરવાના કોઇ સબૂત મળ્યા નથી. બ્રાઝિલની મેહિનાકૂ જનજાતિના લોકો કિસ કરવાને અશિષ્ટ માને છે.
કિસ જેવી કોઇ ક્રિયાનું સૌથા જૂનું ઉદાહરણ હિંદુઓની વૈદિક સંસ્કૃતિમાં મળે છે જે આશરે 3500 વર્ષ જૂનું છે. તો બીજી બાજુ મિસ્ત્રની પ્રાચીન સંસ્કૃતિમાં કિસ કરવાની જગ્યાએ લોકો એકબીજાને ભેટીને નજીક આવતા હતાં.
ADVERTISEMENT
જો કે બીજા ઘણા અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે પોતાના સાથીના શરીરમાંથી નિકળનારી ગંધ પ્રતિ જાનવર આકર્ષિત થાય છે અને તે પોતાના સાથી તરફ આકર્ષાય છે. 2013માં એક વૈજ્ઞાનિકે કિસ કરવાની પ્રવૃતિ પર ઊંડાણ પૂર્વક અભ્યાસ કર્યો હતો. તેમને હજારો લોકોને પૂછ્યું કે એક બીજાને કિસ કરતી વખતે તેમના માટે ખાસ વાત શું હતી તો એમાં જાણવા મળ્યું કે શરીરની સુગંધથી લોકો એકબીજા તરફ આકર્ષાય છે.
આ નજરથી જોઇએ તો કિસ કરવી સાંસ્કૃતિક તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. કિસ એ વ્યક્તિને એકબીજાની નજીક પહોંચાડવાનો પ્રયત્ન છે. જો કે તેની શરૂઆત ક્યારથી થઇ તે શોધવું ખૂબ મુશ્કેલ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.