લોકોને મેસેજિંગનું ઘેલું લગાડનારી ઈન્સ્ટંટ મેસેજિંગ વોટ્સએપે હાલમાં જ એક જોરદાર ફીચર લોન્ચ કર્યું છે. સ્નેપચેટની જેમ જ એક નવું ફીચર એડ કર્યું છે. આ એક કેમેરા ફીચર છે જેનાથી તમે ફોટો ક્લિક કરીને તેના પર કંઈક લખી શકો છો અને સાથે જ ઈમોજી પણ એડ કરીને તેને સેન્ડ કરી શકો છો.
હાલમાં આ ફીચર એન્ડ્રોઈડ યુઝર્સ માટે તૈયાર કરાયું છે આઈફોન યુઝર્સે તેને મેળવવા માટે થોડો સમય રાહ જોવી પડશે. આપ આપના મોબાઈલમાં સેવ કરેલી કોઈ તસવીરને કે પછી વોટ્સએપ કેમેરાથી લેવાયેલી તસવીરને સેન્ડ કરશો ત્યારે આપને ફોટો એડિટિંગ ઓપ્શન ઓટોમેટિકલી દેખાશે. ત્યારબાદ આપ તે તસવીર કે વીડિયોની સાથે પોતાની પસંદનું ઈમોજી લગાવી શકો છો સાથે જ ચાહો તો તેના પર કોઈ ટેક્સ્ટ પણ લખી શકો છો.
વોટ્સએપના નવા ફીચરમાં સેલ્ફી લેવા માટે ફ્રંટ ફેસિંગ કેમેરા સાથે ફ્લેશને પણ એડ કરાયો છે. સાથે જ વોટ્સએપે વીડિયો રેકોર્ડિંગ માટે ઝૂમિંગ ફીચર પણ એડ કર્યું છે ઝૂમ ઈન આઉટ માટે યુઝર્સને બસ પોતાની આંગળી ઉપર કે નીચે સ્લાઈડ કરવાની રહેશે.