ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-21870

NULL / જાણો તંદુરસ્ત રહેવાનાં આ 5 પગલાં . . .

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

બીમાર થવું કોને ગમે? કોઈને નહિ. બીમારી તો વ્યક્તિને તકલીફ આપે છે અને પૈસાનું પાણી કરી નાખે છે. બીમાર હો ત્યારે તમને જરાય સારું ન લાગે. તમે ઘણાં કામ ન કરી શકો. તમે સ્કૂલ નોકરી-ધંધા પર ન જઈ શકો અને પોતાના કુટુંબની સંભાળ ન રાખી શકો. અરે કોઈએ તમારી સંભાળ રાખવાની જરૂર પડે. દવાઓ અને સારવાર માટે ઢગલો પૈસો ખર્ચાય જાય.

અંગ્રેજીમાં કહેવત છે: "સારવાર કરતાં સાવચેતી સારી." ખરું કે કેટલીક બીમારીઓને આપણે ટાળી નથી શકતા. છતાં થોડાં પગલાં ભરવાથી અમુક બીમારી ટાળી શકાય અથવા જો બીમારી થાય તો એની તકલીફો ઓછી કરી શકાય. ચાલો સારી તંદુરસ્તી મેળવવા આપણે પાંચ પગલાં જોઈએ. એ પ્રમાણે તમે આજથી કરી શકો.

૧ શરીર સ્વચ્છ રાખો
દર વર્ષે ૨૦ લાખથી વધુ બાળકો એ બીમારીને લીધે પોતાનો જીવ ગુમાવે છે. હાથ ધોવા જેવી સાદી આદતોથી ઇબોલા જેવી જીવલેણ બીમારીને પણ ફેલાવતી અટકાવી શકાય છે.

૨ ચોખ્ખું પાણી વાપરો
પાણીનો પુરવઠો અથવા એ સંઘરવાની જગ્યા સ્વચ્છ ન હોય તો પાણીમાં જોખમકારક જીવાણુ વધી શકે. પરિણામે કૉલેરા જીવલેણ ડાયેરિયા ટાઇફૉઇડ હીપેટાઇટિસ અને એના જેવી બીજી બીમારીઓ થઈ શકે. દર વર્ષે આશરે ૧.૭ અબજ લોકોને ડાયેરિયા થાય છે. એનું એક કારણ છે ગંદું પાણી.

૩ કેવો ખોરાક લો છો એનું ધ્યાન રાખો
ખોરાકમાં વધુ પડતી ખાંડ કે ચરબી લેવામાં આવે તો વજન વધી જવાનું જોખમ રહેલું છે. એને ટાળવા ઠંડાં પીણાંને બદલે પાણી પીઓ. મીઠાઈ ખાવાને બદલે ફળ ખાઓ. બટર કેક સોસેજ માંસ ચીઝ કે કૂકીઝ જેવા ચરબીવાળા ખોરાક ઓછા પ્રમાણમાં લો. રાંધતી વખતે બટર કે એના જેવી વસ્તુઓ વાપરવાને બદલે હેલ્ધી તેલ વાપરો.

૪ કસરત કરો
ઉંમર અને સ્વાસ્થ્યને આધારે તમારે કસરત કરવી જોઈએ. એટલે સારું રહેશે કે જુદા પ્રકારની કસરત શરૂ કરતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી. નિષ્ણાતોના કહેવા પ્રમાણે બાળકો અને તરુણોએ દરરોજ ઓછામાં ઓછી ૬૦ મિનિટ સારી એવી કે સખત કસરત કરવી જોઈએ. આશરે ૨૦થી વધુ ઉંમરની વ્યક્તિઓએ દર અઠવાડિયે ૧૫૦ મિનિટ સારી એવી કસરત અથવા ૭૫ મિનિટ સખત કસરત કરવી જોઈએ.

૫ પૂરતી ઊંઘ લો
દરેક વ્યક્તિની ઊંઘની જરૂરિયાત જુદી જુદી હોય શકે. મોટા ભાગના નવા જન્મેલા બાળકોને ૧૬-૧૮ કલાકની ઊંઘ ૧-૩ વર્ષના બાળકોને ૧૪ કલાકની ઊંઘ અને ૩-૪ વર્ષના બાળકોને ૧૧ કે ૧૨ કલાકની ઊંઘ જોઈએ. સ્કૂલે જતાં બાળકોને ઓછામાં ઓછી ૧૦ કલાકની ઊંઘ તરુણોને ૯ કે ૧૦ કલાકની ઊંઘ અને પુખ્ત વયનાઓને ૭-૮ કલાકની ઊંઘ જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ