ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-21640

NULL / ઈન્ટરવ્યૂ આપવા જતા પહેલા રાખો આ ચાર બાબતોનું ધ્યાન ચોક્કસથી મળશે નોકરી

Published By: Juhi

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

નોકરી મેળવવા માટે ઈન્ટરવ્યૂ આજના સમયની એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દ્વારા જ તમને નોકરી પર રાખતા પહેલા તમારા વ્યક્તિત્વનો અંદાજ આવી જાય છે. એવામાં ઈન્ટરવ્યૂમાં પાસ થવા માટે માત્ર સામાન્યજ્ઞાન અને ક્વોલિફિકેશનથી કામ નહીં ચાલે. અમે તમને કેટલીક મહત્વની ટિપ્સ જણાવી રહ્યા છીએ જેના ઉપયોગથી તમે ઈન્ટરવ્યૂમાં સફળતા મેળવી શકશો.

જાણકારીનો અભાવ
ઈન્ટરવ્યૂમાં જતા પહેલા જે કામ અને નોકરી માટે તમે જઈ રહ્યા હોય તેના વિશે સારી રીતે રિસર્ચ કરી લો. ઉપરાંત તે વિષય સાથે જોડાયેલા સવાલોની પણ તૈયારી કરો. તમારા ક્ષેત્ર સાથે સંકળાયેલી દરેક બાબતથી અપડેટ રહો.

સમયનું પાલન
દરેક કાર્યમાં સમય પાલનનું અલગ મહત્વ હોય છે.  એવામાં ઈન્ટરવ્યૂ માટે સમયથી પહોંચવું ખૂબ જરૂરી છે. સમયસર ન પહોંચવાથી તમારી ખરાબ છાપ પડશે.

જરૂર પ્રમાણે જ બોલવું
ઈન્ટરવ્યૂ એક પ્રોફેશનલ વસ્તુ છે આથી તમને પૂછવામાં આવેલા સવાલોના સ્પષ્ટ જવાબ આપો અને તમારી યોગ્યતાનું પ્રદર્શન કરો. વિષયથી અલગ બેકારની ચર્ચામાં ન ફસો. 

વર્તમાન કંપની વિશે નકારાત્મક વાતો ન કરવી
દરેક વ્યક્તિ સારી તક મળે તે માટે જ ઈન્ટરવ્યૂ આપવા જાય છે. પરંતુ તેનો મતલબ એ નથી કે તમે વર્તમાન કંપની વિશે નકારાત્મક વાતો કરો. આમ કરવાથી ઈન્ટરવ્યૂઅરના મનમાં તમારા વિશે ખરાબ છાબી બને છે.  
 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ