બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / neeraj chopra world athletics championship javeling throw final live update arshad nadeem dp manu kishore jena javelin

Javelin Throw Final / નીરજ ચોપરાએ ઇતિહાસ સર્જ્યો: જીત્યો ગોલ્ડ મેડલ, બન્યો વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ

Published By: Malay

Last Updated: 07:48 AM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓલિમ્પિકમાં 120 વર્ષમાં ગોલ્ડ જીતનાર પહેલા ભારતીય એથ્લેટ નીરજ ચોપરાએ હવે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ઈતિહાસ રચ્યો છે. તેમણે બુડાપેસ્ટમાં આયોજિત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાલા જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

  • નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો
  • 8.17 મીટર દૂર ભાલો ફેંકીને જીત્યો ગોલ્ડ મેડલ
  • પાકિસ્તાનના અરશદ નદીમે જીત્યો સિલ્વર મેડલ

Neeraj Chopra World Athletics Championship: સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો છે. તેમણે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજ ચોપરાએ પહેલો થ્રો જરુર ફાઉલ કર્યો હતો, પરંતુ બીજા થ્રોમાં તેમણે 88.17 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો. આખી મેચમાં આનાથી આગળ કોઈ એથ્લેટ ભાલો ફેંકી શક્યા નથી. 

બીજા નંબર પર પાકિસ્તાનના અરશદ નદીમ
આ ચેમ્પિયનશિપ હંગરીના બુડાપેસ્ટ યોજાઈ હતી. મેન્સ જેવલિન થ્રો ઈવેન્ટની ફાઈનલ મેચ રવિવારે (27 ઓગસ્ટ) રમાઈ હતી. આ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાનના અરશદ નદીમ બીજા નંબર પર રહ્યા. તેમણે ત્રીજા થ્રોમાં બ્રેસ્ટ થ્રો કર્યો હતો. 

આ કેટેગરીમાં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ મેડલ
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ટ્રેક એન્ડ ફિલ્ડ કેટેગરીમાં ભારત માટે આ પહેલો ગોલ્ડ છે. નીરજ ચોપરા આ કેટેગરીમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. આ પહેલા અંજુ બોબી જ્યોર્જે 2003માં લોન્ગ જમ્પમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે નીરજ ચોપરાએ 2022ની ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી ચૂક્યા છે નીરજ
નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિક 2024 માટે પણ ક્વોલિફાય કરી ચૂક્યા છે. પેરિસ ઓલિમ્પિક આવતા વર્ષે 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી રમાશે. જેવલિન થ્રોની ફાઈનલમાં નીરજ ચોપરા ઉપરાંત ભારતના ડીપી મનુ અને કિશોર જેના પણ મેડલ માટે ઉતર્યા હતા. પકંતુ કિશોર જેના પાંચમા અને ડીપી મનુ છઠ્ઠા સ્થાને રહ્યા હતા.

અભિનવ બ્રિંદ્રાની કરી બરાબરી
આ પહેલા વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023માં અમેરિકામાં યોજાઈ હતી, જેમાં નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો હતો અને તેઓ આ વખતે અહીં ગોલ્ડના દાવેદારોમાંથી એક હતા. તેમણે દમદાર પ્રદર્શન કર્યું અને આ વખતે ગોલ્ડ મેડલ જીત્યો. આ સાથે નીરજ ચોપરાએ ઓલિમ્પિક અને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ બંનેમાં ગોલ્ડ જીતનાર ભારતીય દિગ્ગજ શૂટર અભિનવ બિન્દ્રાના ઐતિહાસિક રેકોર્ડની બરાબરી કરી છે.


 

સંકળાયેલા મુદ્દાઓ

Neeraj Chopra World Athletics Championship javeling throw javeling throw final l ગોલ્ડન બોય નીરજ ચોપરા નીરજ ચોપરા નીરજ ચોપરાએ ઇતિહાસ સર્જ્યો વર્લ્ડ ચેમ્પિયનશીપ Neeraj Chopra World Athletics Championship

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ