બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
બે સ્ટાર કીડ પકડાયા!
મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મુંબઈથી ગોવા જઈ રહેલ ક્રૂઝ પર રેડ કરી છે જેમા શીપ પર જ રેવ પાર્ટી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. આ પાર્ટીમાં ડ્રગ્સ સહિતનાં માદક પદાર્થોનું સેવન કરવામાં આવી રહ્યું હતું જેમા હવે જાણકારી સામે આવી રહી છે કે એક એક્ટર અને બે સ્ટાર કીડ એટલે કે બે અભિનેતાઓનાં દીકરા પકડાયા છે.
કોકીન, હશિસ અને MD ડ્રગ્સ મળ્યું
નોંધનીય છે કે આ મામલે વધુ એક મોટા અપડેટ મળી રહ્યા છે કે રેડમાં શીપ પરથી NCBને કોકીન, હશિસ અને MD ડ્રગ્સ મળી આવ્યા છે.
ADVERTISEMENT
શિપ પર ડ્રગ પાર્ટી, NCBનું ઓપરેશન
જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ આ ઑપરેશન પાર પાડ્યું છે. તેઓ પોતાની ટીમની સાથે મુંબઈમાં તે શિપમાં સવાર થઇ ગયા હતા. પરંતુ જ્યારે શીપ સમુદ્રની વચ્ચે પહોંચ્યું, ત્યારે એક ડ્રગ પાર્ટીનું આયોજન થયું. આ પાર્ટીમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનું સેવન થતું જોવા મળ્યું. એજ સમયે NCBની ટીમ પણ એક્શનમાં આવી ગઇ અને તેમણે પોતાનું સીક્રેટ ઑપરેશન શરૂ કરી દીધું. ટીમ મુસાફર બનેલી હતી, જેને લઇને આ કાર્યવાહીની કોઈને જાણ સુદ્ધા ન થઇ અને તમામ આરોપીઓને પણ રંગેહાથ પકડવામાં મદદ મળી.
બૉલીવુડ એક્ટરના દીકરા સહિત 10ની ધરપકડ
મળતી માહિતી અનુસાર, NCBએ આ ઑપરેશન દરમિયાન એક બૉલીવુડ એક્ટરના દીકરાને પણ ઝડપી પાડ્યો છે. આ સિવાય 10થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હવે આ કાર્યવાહી વધુ મોટી એટલા માટે માનવામાં આવી રહી છે કારણ કે NCB દ્વારા પ્રથમ વખત શિપ પર કોઇ ડ્રગ પાર્ટીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સૂત્રોના અનુસાર, આ શિપનું ઓપનિંગ હાલમાં જ થયું છે અને આ પાર્ટીમાં પણ કેટલાક સેલીબ્રિટીએ પરફૉર્મ કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.