બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:21 PM, 19 August 2025
Mumbai Rains: હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ (Mumbai Rains) માં સતત વરસાદને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઘરો, શાળાઓ, ઓફિસોથી લઈને રસ્તાઓ પર, બધે જ પાણી ભરાઈ ગયા છે. ઘણા વિસ્તારોમાં બિલ્ડિંગના પહેલા માળ સુધી પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, આજે મંગળવારે શાળાઓ બંધ રાખવામાં આવી છે. ત્યારે સરકારી ઓફિસ પણ બંધ રાખવામાં આવી છે અને પ્રાઇવેટ કંપનીઓએ પણ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાની સૂચના આપી છે. વરસાદને કારણે અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. જયારે ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે લોકલ ટ્રેનોને પણ ખરાબ રીતે અસર થઈ છે.
ADVERTISEMENT
#WATCH | Mumbai, Maharashtra: Marine Drive witnesses high tides amid the heavy rainfall in the city. pic.twitter.com/83D21X2wgf
— ANI (@ANI) August 19, 2025
BMCએ જણાવ્યું કે ભારે વરસાદના એલર્ટને ધ્યાનમાં રાખીને મુંબઈમાં તમામ સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓ બંધ રાખવામાં આવી છે. મુંબઈમાં તમામ ખાનગી સંસ્થાઓને અપીલ કરવામાં આવી કે તેઓ તેમના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવા દે, જે પછી કંપનીઓએ તેમના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાની સૂચના આપી.
ADVERTISEMENT
#WATCH | Maharhastra | Daily life affected as heavy rain continues to lash Mumbai; Visuals from Nala Sopara pic.twitter.com/twO8qJwg7W
— ANI (@ANI) August 19, 2025
વરસાદનો ખતરો હજુ ટળ્યો નથી
ADVERTISEMENT
BMCએ જણાવ્યું કે મુંબઈ (Mumbai Rains) અને આસપાસના વિસ્તારોમાં સતત ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જો કે ખતરો હજુ ટળ્યો નથી. IMD એ વરસાદને લઈને રેડ એલર્ટ જારી કર્યું છે. સાવચેતી રૂપે, તમામ સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓ બંધ રાખવામાં આવી છે.
#WATCH | Heavily waterlogged road at Matunga as Mumbai witnesses continuous downpour pic.twitter.com/mKWmYQDVIH
— ANI (@ANI) August 19, 2025
ADVERTISEMENT
ભારે પવન ફૂંકાયો
IMD એ મંગળવારે મુંબઈ (Mumbai Rains) માં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામ પણ થઈ ગયો છે. પાણી ભરાઈ જવાને કારણે લોકોને બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે.
ADVERTISEMENT
#WATCH | Commuters wade through a severely waterlogged road near Airoli railway bridge underpass in Mumbai pic.twitter.com/00LA7v4Vih
— ANI (@ANI) August 19, 2025
હાઇટાઇડનું એલર્ટ
ADVERTISEMENT
સવારે લગભગ 9.15 વાગ્યે, દરિયામાં 3.75 મીટર ઊંચા મોજા ઉછળ્યા. રાત્રે 9 વાગ્યાની આસપાસ 3.14 મીટર ઊંચા મોજા ઉછળવાનું અનુમાન છે. હાઇટાઇડનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દાદર, માટુંગા, પરેલ અને સાયનના નીચાણવાળા વિસ્તારોમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. રેલવે અધિકારીઓએ દાવો કર્યો કે પાણી ટ્રેક લેવલથી નીચે હોવાથી ટ્રેનોની અવરજવર પર કોઈ અસર પડી નથી. જોકે, ઘણી ટ્રેન મોડી પડી.

આ પણ વાંચો: મુંબઈથી લઇને જમ્મુ-કાશ્મીર સુધી..., મેઘરાજા કહેર બનીને વરસ્યાં, અનેક લાપતા, તો ક્યાંક મોતનું તાંડવ
લોકલ ટ્રેનો બંધ
હિંદમાતા, અંધેરી સબવે અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, મુંબઈ-ગુજરાત હાઈવે અને ઈસ્ટર્ન ફ્રીવેના કેટલાક ભાગોમાં પણ પાણી ભરાઈ ગયું હોવાનું સામે આવ્યું છે. સવારે મુંબઈ ઉપનગરીય નેટવર્ક પર આંબિવલી અને શહાદ સ્ટેશનો વચ્ચે સિગ્નલિંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામીને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. સેન્ટ્રલ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું કે સવારે 8 વાગ્યાની આસપાસ, સેન્ટ્રલ રેલવેની મુખ્ય લાઇન પર લોકલ ટ્રેનો 10 મિનિટ મોડી અને હાર્બર લાઇન પર પાંચ મિનિટ મોડી દોડી રહી હતી. પશ્ચિમ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું કે ખરાબ વિઝિબિલિટીને કારણે ઉપનગરીય સેવાઓ મોડી પડી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.