ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / અજબ ગજબ / VIDEO: છોકરાને નથી લાગતો સિંહનો ડર! પૂંછડી ખેંચી કરી મસ્તી, વાયરલ વીડિયો જોઈ ચોંકી જશો

ગજબ / VIDEO: છોકરાને નથી લાગતો સિંહનો ડર! પૂંછડી ખેંચી કરી મસ્તી, વાયરલ વીડિયો જોઈ ચોંકી જશો

Last Updated: 09:19 PM, 1 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડીયા પર અનેક હેરતઅંગેજ વીડિયો વાયરલ થતાં રહેતા હોય છે. હાલમાં એક વીડિયોમાં બાળક એક સિંહની પૂંછડી ખેંચતું નજરે આવી રહ્યું છે. જેને જોઈ યુઝર્સ ચોંકી ગયા હતા.

ADVERTISEMENT

જંગલમાં સિંહ, વાઘ જેવી બિગ કેટ્સથી દરેક પ્રાણીઓ ડરતા હોય છે. તે લગભગ દરેક પશુઓના શિકાર કરી શકે છે. આથી જ જંગલમાં જ્યારે પણ આ કેટ્સ દેખાય તો બીજા પ્રાણીઓ નાસી જતા હોય છે. પરંતુ અત્યારે એક વીડિયો વાયરલ થયો છે જેમાં સિંહને પાલતુ પ્રાણી તરીકે બાંધીને રાખવામાં આવ્યો છે. જેમાં એક બાળક બાંધેલા સિંહની પૂંછડી સાથે રમતું જોવા મળે છે.

કૂતરા અને બિલાડી પાળવાનું સામાન્ય બની ગયું છે, હવે અનેક લોકો વિવિધ પ્રકારના પક્ષીઓ અને પ્રાણીઓ પાળવા લાગ્યા છે. આ શોખમાં સિંહ પાળવાનો પણ એક શોખ બની ગયો છે અને આ લોકો બિગ કેટસ પોતાની સાથે બાંધીને રાખે છે. હવે સોશિયલ મીડિયા પર એક માણસનો વીડિયો સામે આવ્યો છે જેને સિંહ પાળીને રાખ્યો છે. આ વીડિયોમાં એક બાળક સિંહની પૂંછડી ખેંચી રહ્યું છે. આ વીડિયો જોયા બાદ લોકો બાળકની આ હરકતનો વિરોધ કરી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે,એક સિંહ લોખંડની સાંકળથી બંધાયેલો છે અને એક બાળક તેની પૂંછડી ખેંચે છે. આ દરમિયાન એક માણસ હસતો આવે છે અને બાળકને સિંહની પૂંછડી છોડાવવા પ્રયાસ કરે છે. ત્યાર બાદ વીડિયોમાં લોકોના હસવાનો અવાજ પણ સંભળાય છે. આ વીડિયો જોયા બાદ  મોટાભાગના લોકો ચોંકી ગયા હતા છે અને કેટલાક લોકોનો પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાના આ વીડિયો પર ગુસ્સે થયા છે અને તેઓ તેને પ્રાણી ક્રૂરતા કહી રહ્યા છે. બાળક અને સિંહના આ વીડિયોને અત્યાર સુધીમાં 27 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.

વધુ વાંચો : પ્લેનમાં બેશરમી! લેડી CEO સામે યુવાને 1 કલાક હસ્તમૈથૂન કર્યું, એર હોસ્ટસે કહ્યું- 'તેમાં કશુ ખોટું નથી'

આ વીડિયો ઇન્સ્ટા પર asifsherowala નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને લાખો લોકોએ જોયો છે અને તેઓ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યું હતું કે "જો હું તે સિંહ હોત તો હું અત્યાર સુધી તેને ચાવી નાખત" જ્યારે બીજાએ લખ્યું હતું કે "તે સિંહ છે કે કૂતરો". તો અન્ય એ લખ્યું કે "તે કૂતરો કહેવાને પણ લાયક નથી, કદાચ તે બકરી બની ગયો છે"

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shocking Video Social Media Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ