બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / Mumbai's computer engineer got a costly conspiracy, the court awarded an unimaginable sentence in the conspiracy to blow up the school
ADVERTISEMENT
મુંબઈની અદાલતે શુક્રવારે કોમ્પ્યુટર એન્જીનીયર અનીસ અન્સારીને અમેરિકી સ્કૂલમાં બાળકો પર હુમલાનું કાવતરુ ધડવા બદલ એડીશનલ સેશન્સ જજ એ.જોગલેકરે તેને આજીવન કેદની સજા ફટકારી છે. અંસારીની ઓક્ટોમ્બર 2014 માં મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્કવોડ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે જેલમાં હતો. તેને ભારતીય દંડ સંહિતાની સંબંધીત કલમો અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની જોગવાઈઓ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. પ્રોસિક્યુશન મુજબ, અંસારી એક ખાનગી કંપનીમાં એસોસિયેટ જિયોગ્રાફ ટેકનિશિયન તરીકે કામ કરતો હતો અને તેના ઓફિસના કોમ્પ્યુટરનો ઉપયોગ નકલી નામથી ફેસબુક એકાઉન્ટ બનાવવા અને વાંધાજનક માહિતી પ્રકાશિત કરવા માટે કરતો હતો.
ISIS ની ગતિવિધિઓને સમર્થન કરવાનો આરોપ
તપાસ એજન્સીએ તેને પર આતંકવાદી સંગઠન ISIS ની ગતિવિધિઓને સમર્થન કરવાનો આરોપ લગાવ્યો હતો. ફેસબુક પર ઓમ એલ્હાજી સાથેની તેની ચેટ સૂચવે છે કે તેનો ઈરાદો અમેરિકન શાળા પર 'લોન વરુ' હુમલો કરવાનો હતો. 'લોન વુલ્ફ' હુમલોએ તમામ પ્રવૃતિઓનો સંદર્ભ આપે છે જેમાં જાસૂસી અને કાવતરુ ઘડવાથી માંડીને માત્ર એક વ્યક્તિ દ્વારા મોટી સંખ્યામાં લોકોને મારવાના ઈરાદાથી હુમલો કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.