બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / mumbai women loses almost 2 lakh in cyber fraud with offenders posing as narcotics department

ચેતવણીરૂપ કિસ્સો / 'નાર્કોટિક્સ સે બોલ રહા હું, આપકા આધાર નંબર...', બસ પછી શું? હળવેકથી મહિલાના એકાઉન્ટમાંથી 1.97 લાખ ઠગભગતે સેરવી લીધા

Published By: Arohi

Last Updated: 12:00 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mumbai Crime News: મુંબઈમાં આઈટી કંપનીમાં જોબ કરતી મહિલા પાસે સાઈબર ફ્રોડોએ એવી છેતરપિંડી કરી કે તેના ખાતામાંથી લગભગ 2 લાખ રૂપિયા ઉડી ગયા. પોલીસે આ મામલે વિવિધ કલમ હેઠળ કેસ નોંધી તપાસ હાથ ઘરી છે.

  • મુંબઈમાં સામે આવ્યો સાઈબર ફ્રોડનો કેસ 
  • આઈટીમાં કામ કરતી મહિલા સાથે ફ્રોડ 
  • ખાતામાંથી ઉડી ગયા 2 લાખ રૂપિયા 

દેશમાં સાઈબર ફ્રોડના કેસ ખૂબ જ સામે આવી રહ્યા છે. હાલનો મામલો મધ્ય મુંબઈના ભાયખલાથી સામે આવ્યો છે. જ્યાં એક આઈટીમાં જોબ કરતી મહિલા સાથે કથિત રીતે 1.97 લાખ રૂપિયાનો ફ્રોડ થયો છે. 

ફ્રોડે પોતાને નારકોટિક્સ વિભાગના અધિકારી જણાવ્યા અને દાવો કર્યો છે કે મહિલાનો આધાર નંબર અપરાધીઓના બેંક ખાતા સાથે જોડાયેલો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટનાનો ખુલાસો મંગળવારે તે સમયે થયો જ્યારે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 

પાર્સલના નામ પર ફસાયા જાળમાં 
મહિલાની ફરિયાદ અનુસાર તેમને મંગળવારે એક અજ્ઞાત શખ્સને કોલ કર્યો અને પોતાને એક કુરિયર કંપનીના પ્રતિનિધિ ગણાવ્યા. તેમણે મહિલાને જણાવ્યું કે તાઈવાન માટે તેમનું પાર્સલ અમુક મુશ્કેલીઓના કારણે નથી મોકલી શકાયું. 

અધિકારીએ જણાવ્યું, "પીડિતાએ કોલ કરનારને જણાવ્યું કે તેમણે તાઈવાનને કોઈ પાર્સલ નથી મોકલ્યું. ફોન કરનારે તેમને કહ્યું કે જો પાર્સલ તેમનું નથી તો તેને ઓનલાઈન પોલીસ સાથે સંપર્ક કરવો જોઈએ કારણ કે તેમાં પાંચ પાસપોર્ટ, બે ક્રેડિટ કાર્ડ અને અમુક નશીલા પદાર્થ છે."

સ્કાઈપ કોલ દ્વારા ફ્રોડ 
તેના બાદ કોલ કરનાર શખ્સે કોલને બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરી દીધો. જે બીજા વ્યક્તિએ કોલ ટ્રાન્સફર કર્યો તેમણે દાવો કર્યો કે તે પોલીસ વિભાગથી છે અને મામલો નશીલા પદાર્થોથી સંબંધિત હોવાના કારણે તે કોલને 'નારકોટિક્સ વિભાગ'ના અધિકારીને ટ્રોન્સફર કરી રહ્યા છે.

ત્યાર બાદ પોતાને નારકોટિક્સ અધિકારી જણાવનાર વ્યક્તિએ તેને આધાર નંબર પુછ્યો અને તેને જણાવ્યું કે તે અપરાધિઓના ત્રણ બેંક ખાતા સાથે જોડાયેલો છે અને આ મુદ્દાને સમજવા માટે તેને એક ઈન્સ્ટેન્ટ મેસેજ એપ સ્કાઈપ ડાઉનલોડ કરવાનું રહેશે. 

પીડિતા પાસે ફોનમાં ડાઉનલોડ કરાવ્યું સ્કાઈપ 
ત્યાર બાદ પીડિતાએ પોતાના ફોનમાં સ્કાઈપ ડાઉનલોડ કરાવ્યું, જ્યાર બાદ કોલ કરવા માટે તેણે પોતાની એપ આઈડી આપી. જેમાં ફ્રોડનું નામ 'નારકોટિક્સ વિભાગ' લખેલું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પીડિતા અને આરોપી બન્ને સ્કાઈપ દ્વારા એક બીજા સાથે જોડાયે અને આરોપીએ તેમને કથિત રીતે અમુક તસવીરો મોકલી. જેને કથિત પોલીસે પકડી હતી અને પીડિતાએ જણાવ્યું કે તે અપરાધી હતા. જેમના બેંક ખાતા તેમના આધાર નંબર સાથે જોડાયા હતા. 

ખાતામાં જમા કરાવ્યા પૈસા 
પછી આરોપીએ પીડિતાને એક પત્ર મોકલ્યો. જેમાં 'નારકોટિક્સ વિભાગ'નો ઉલ્લેખ હતો. તેણે પીડિતાને તેના બેંક ખાતા વિશે પુછ્યું અને ત્યાપન માટે બન્ને ખાતાથી 98,888 રૂપિયા જમા કરવા કર્યું. તેમણે તેને એમ પણ કહ્યું કે ચકાસણી બાદ રકમ તેમના ખાતામાં પરત કરી દેવામાં આવશે. 

થોડા સમય રાહ જોયા બાદ પીડિતાને થયું કે તેની સાથે ફ્રોડ થયું છે કારણ કે પૈસા તેના ખાતામાં ફરી જમા ન થયા. જેના બાદ તે પોલીસ સ્ટેશન ગઈ અને અજાણ્યા ફ્રોડ સામે ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધાર પર ફ્રોડના વિરૂદ્ધ આઈપીસી કલમ 419, 420 અને કલમ 66 (સી), 66 (ડી) હેઠળ પોલીસ સુચના રિપોર્ટ નોંધાવી. ઘટનાની તપાસ ચાલી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai News cyber fraud narcotics department સાયબર ક્રાઈમ Mumbai News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ