બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
86 વર્ષોથી પણ જૂની એવી મુંબઈની સ્પેશિયલ ડબલ ડેકર બસ કે જે મુંબઈ દર્શન માટે પણ પ્રખ્યાત હતી એ હવે બંધ થઈ ગઈ છે. ગઈકાલે આ બસે પોતાની છેલ્લી યાત્રા સમાપ્ત કરી. ફૂલો અને ફુગ્ગાઓથી આ બસને વિદાય આપવા ભારે ભીડ જમા થઈ હતી.
Goodbye Double-Decker Bus.
— Mumbai Heritage (@mumbaiheritage) September 15, 2023
The Last Double Decker bus (non-AC) leaving from Marol Depot today morning pic.twitter.com/fSE0ygABij
ADVERTISEMENT
લોકો થયા ભાવુક
સોશિયલ મીડિયા પર લોકોએ આ બસ સાથે સંકળાયેલી પોતાની ઈમોશલ યાદો શેર કરી હતી. બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ પણ ટ્વીટ કરીને બસનો ફોટો શેર કર્યો હતો. તેમણે લખ્યું, 'મુંબઈ પોલીસ, હું બાળપણની સૌથી ખાસ યાદો ચોરી થવાની રિપોર્ટ લખાવા ઈચ્છું છું'
ADVERTISEMENT
મ્યૂઝિયમમાં રાખવામાં આવશે એક બસ
મુંબઈની આ ડબલ ડેકર બસોને હવે વિદાય આપી દેવામાં આવી છે. બસોમાંની એક બસને મુંબઈનાં હોલ ઓફ ફેમમાં મૂકવામાં આવશે. BESTની એક ડીઝલ ડબલ ડેકર બસને શહેરનાં કલ્ચરને દેખાડવા માટે મ્યૂઝિયમ કે ડિપોમાં રાખવામાં આવશે.
Last day of the iconic Double Decker Bus in Mumbai.
— Athikadavu Subramaniam (@Athikadavusubbu) September 15, 2023
Bus drivers, conductors and fans - commuters gathered to bid goodbye to non-AC diesel Double Decker Bus in Andheri. pic.twitter.com/w5CjsclrMo
ADVERTISEMENT
જૂની બસની જગ્યા લેશે ACવાળી નવી બસ
બૃહદમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાંસપોર્ટ પ્રદૂષણ ઓછું કરવાનાં હેતુથી આ ડીઝલ બસોને ઈલેક્ટ્રિક બસોથી રિપ્લેસ કરી રહ્યું છે. હવે ડીઝલ બસોની જગ્યાએ નવી ઈલેક્ટ્રિક AC ડબલ ડેકર બસો મુંબઈમાં ભાગશે. આવી 25 બસો પહેલાથી જ શહેરમાં ચાલી રહી છે. માહિતી અનુસાર આ વર્ષનાં અંત સુધીમાં 900 જેટલી ઈ-બસો મુંબઈમાં ચલાવવામાં આવશે. પ્રત્યેક બસમાં 73 યાત્રીકો એકસાથે બેસી શકશે.
ADVERTISEMENT
Marking the end of an era, Mumbai bids goodbye to its iconic red Double Decker bus after 80 years.
— Film History Pics (@FilmHistoryPic) September 16, 2023
Can you identify these movies? pic.twitter.com/l2yakJxiO3
ADVERTISEMENT
ડબલ ડેકર બસનો ઈતિહાસ
અંગ્રેજો સાલ 1937માં ડબલ ડેકર બસોને ભારતમાં લઈ આવ્યાં હતાં. 1990 સુધીમાં તો મુંબઈમાં આ બસની સંખ્યા આશરે 900 થઈ હતી પરંતુ 2022માં આ આંકડો ઘટીને 45 થઈ ગયો.
1950s :: Double Decker Bus , Bombay pic.twitter.com/bcyoFo9oJi
— indianhistorypics (@IndiaHistorypic) September 15, 2023
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.