બ્રેકિંગ ન્યુઝ
મુંબઈની એક શૈક્ષણિક સંસ્થામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મુંબઈના રહેવાસી સાગર સૂર્વે અત્યારે એક મુસીબતમાં ફસાઈ ગયા છે. તેમણે અત્યાર સુધી ઓછામાં ઓછા 150 વ્યક્તિને મોબાઈલમાં બ્લોક કરી દીધા છે. તેનો મોબાઈલ નંબર રિયા ચક્રવર્તીના મોબાઈલ નંબરથી એક જ ડિજિટ જુદો હોવાથી લોકો તેને રિયા સમજીને કોલ્સ કરી રહ્યા છે. આ કોલ્સ અને મેસેજીસમાં લોકો ખૂબ ગાળાગાળી કરી રહ્યા છે અને તેને અપશબ્દો સંભળાવી રહ્યા છે. આખરે કંટાળોને તેણે આ મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો છે.
ADVERTISEMENT
શરુઆતમાં સૂર્વેએ આ કોલ્સ ઉપર વધુ ધ્યાન ન આપ્યું
ADVERTISEMENT
નોંધનીય કે કે શરુઆતમાં સૂર્વેએ આ કોલ્સ ઉપર વધુ ધ્યાન ન આપ્યું. જયારે સામેની વ્યક્તિ એમ પૂછે કે શું આ રિયાનો નંબર છે ત્યારે તેઓ રોંગ નંબર કહીને ફોન કટ કરી દેતા. તેમને ખબર નહોતી લોકો બૉલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી વિષે પૂછી રહ્યા છે.
થોડા સમયમાં ફોનો આવવાની સંખ્યા વધી ગઈ અને સામેના લોકો ગાળાગાળી કરવા માંડ્યા. તેઓ જણાવે છે કે લોકો તેમનો મેસેજીસ, વોઇસ કોલ્સ અને વૉટ્સએપ વીડિયો કોલ્સ દ્વારા સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
ADVERTISEMENT
એક TV ન્યુઝ ચેનલની બેદરકારીને લીધે સર્જાઈ આ સ્થિતિ
આ કન્ફ્યુઝન ઉકેલતા સૂર્વેના એક કઝિને તેને જણાવ્યું હતું કે એક TV ન્યુઝ ચેનલે બેદરકારીપૂર્વક રિયા અને સુશાંતની કોલ ડિટેલ્સને લગતા ન્યુઝ બતાવતી વખતે રિયાનો મોબાઈલ નંબર દેખાડી દીધો હતો. સૂર્વે હવે આ ફોનને હંમેશા માટે બંધ કરવાનું વિચારી રહ્યા છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ઉપર લોકો અત્યારે ફિટકાર વરસાવી રહ્યા છે અને સુશાંતની આત્મહત્યા માટે પરોક્ષ રીતે રિયા જવાબદાર છે તેવો આક્ષેપ મૂકી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.