બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / સ્કૂલ-કોલેજો બંધ, ફ્લાઇટ્સ પ્રભાવિત, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, મુંબઈમાં એલર્ટ જાહેર
Last Updated: 02:06 PM, 19 August 2025
Mumbai Rain:ઘણા રાજ્યોમાં વરસાદની સ્થિતિ યથાવત છે પરંતુ આ દિવસોમાં મહારાષ્ટ્રમાં વરસાદે સૌથી વધુ મઝા મૂકી છે.મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 7 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને 200 થી વધુ લોકો આ વરસાદી માહોલના લીધે ફસાયા છે. માયાનગરી મુંબઈની ગતિ વરસાદને લીધે સાવ અટકી ગઈ છે. જેના લીધે તંત્રએ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે. દેશની આર્થિક રાજધાનીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ છે.
ADVERTISEMENT
#WATCH | Maharashtra: Waterlogging is seen as heavy rain lashes Mumbai. Visuals from Gandhi Market area. pic.twitter.com/fjP52Cs1Lu
— ANI (@ANI) August 19, 2025
મુંબઈના રસ્તાઓ પાણીમાં
ADVERTISEMENT
એક એવું શહેર જે ક્યારેય ઊંઘતું નથી તેની ગતિ અચાનક જ અટકી ગઈ છે. અને આ સ્થિતિ એટલા માટે સર્જાઇ છે કારણ કે મુંબઈના રસ્તાઓ પાણીથી ભરેલા છે. એટલું પાણી ભરેલું છે રસ્તાઓ પર કે તેના લીધે વાહન વ્યવહાર પણ ઠપ્પ થઈ ગયો છે. હંમેશા પોતાની ચમક જાળવી રાખનારું શહેર પોતાની ચમક ખોઈ બેઠું છે. મુંબઈમાં દર વર્ષે વરસાદ થાય છે અને દર વર્ષે મુંબઈ આ તકલીફમાંથી પસાર થાય છે.
#WATCH | Maharashtra: Severe waterlogging witnessed in Mumbai as the region receives heavy rainfall; visuals from Veera Desai Road, Andheri West pic.twitter.com/IMWfQsNLBo
— ANI (@ANI) August 18, 2025
ADVERTISEMENT
મુંબઈના અંધેરીના સબબે માં ભારે વરસાદને લીધે પાણી ભરાઈ ગયા છે જેના લીધે અંધેરીના સબવે બંધ કરી દેવામાં આવ્યા છે. મુંબઈમાં સતત વરસાદને કારણે પાણી ભરાઇ જવાને લીધે પ્રભાવિત થયેલા ચેમ્બુરમાં એક હોસ્પિટલમાં દાખલ થવા માટે પણ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણા લોકો તેમના બીમાર પરિવારજનોને પીઠ પર ઊંચકીને બ્રુહ્નમુંબઈ નગર નિગમ (BMC) સંચાલિત જનરલ હોસ્પિટલ સુધી લઈ જતાં નજર આવ્યા હતા.
🚨 Gandhi Market, Sion already waterlogged due to heavy rains.. 5:30 AM ⛈️ #MumbaiRains pic.twitter.com/t44fMg64Wm https://t.co/WZkSNH0FSy
— Mumbai Rains (@rushikesh_agre_) August 19, 2025
ADVERTISEMENT
ફ્લાઇટને અસર
મુંબઈમાં ખરાબ વાતાવરણને કારણે ઘણી જગ્યાએ ફ્લાઇટને પણ અસર થઈ છે. એરપોર્ટ સુધી જતાં રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન વ્યવહાર ધીમો પડી ગયો છે. ઇંડિગો ફ્લાઇટના જણાવ્યા અનુસાર વરસાદને લીધે Arrival અને Departure બંનેમાં લેટ થઈ રહ્યું છે. ઇંડિગોથી મુસાફરી કરનાર લોકોને ઘરેથી નીકળતા પહેલા એપ કે વેબસાઇટ પર ચેક કરીને ફ્લાઇટની સ્થિતિ ચેક કરવા સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
#WATCH Mumbai: Heavy rain causes waterlogging in many parts of the city.
— ANI (@ANI) August 18, 2025
(Visuals from Gandhi Market Sion) pic.twitter.com/2Cu6rR0RIy
18 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સવારના 5:30 વાગ્યા સુધી કેટલો વરસાદ નોંધાયો:
ADVERTISEMENT
સોમવારે મુંબઈમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા થઈ હતી. જેના લીધે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઇ છે. BMC એ શહેરમાં બપોરના 12 પછી શરૂ થતી દરેક સ્કૂલોમાં અને કોલેજોમાં રજા જેર કરી દીધી છે. ત્યારબાદ મહાનગર પાલિકાએ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે એટલે કે મંગળવારે પણ તમામ સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરી છે.
#Mumbai
— मुंबई Matters™🇮🇳 (@mumbaimatterz) August 18, 2025
Visuals from KingsCircle, Gandhi Market, Sion Matunga area.
Waterlogging @mybmc staff & multiple pumps hard at work, trying to drain the water.#MumbaiRains
Travel Safe https://t.co/7cPIjcxDJV pic.twitter.com/LeXJIYw6Sz
અધિકારીઓએ જણાવ્યું છે કે થાણે જિલ્લામાં કલ્યાણ પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભુસ્ખલન થયું છે જેના લીધે ચાર ઘર અસર ગ્રસ્ત થયા છે જો કે કોઈ ઘાયલ થયું નથી. હવામાન વિભાગે જણાવ્યું છે કે થાણે અને પાલઘર જિલ્લાઓમાં 18-19 માટે રેડ એલર્ટ જાહેર કર્યા પછી અધિકારીઓએ મંગળવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે.
વધુ વાંચો: મુંબઈમાં તો જાણે દશા બેઠી! જોતજોતામાં જ મકાન ધરાશાયી, મચ્યો રોકકળાટ

No City in The World can deal with such Extreme Weather
— InfraStory (@marinebharat) August 18, 2025
Mumbai Does… fantastically… every year
Life’s Normal despite 500 MM rain in last 72 hours
Video Source - me 😇 pic.twitter.com/azuRXzltDi
મુંબઈના હવામાન વિભાગએ 17-21 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે અને સંપૂર્ણ રીતે સતર્ક રહેવાની ચેતવણી આપી છે. નાંદેડ જિલ્લામાં સતત વરસાદને કારણે 200 થી વધુ લોકો પૂરમાં ફસાયા છે જેના જારને અધિકારીઓને બચાવ અને રાહત કાર્યો માટે સેનાને બોલાવવાની ફરજ પડી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.