બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / સ્પોર્ટસ / Cricket / mumbai indians first victory in ipl 2022 against rajasthan royals
ADVERTISEMENT
પ્લેઓફની રેસમાંથી બહાર
પાંચ વખતની ચેમ્પિયન અને હાલમાં પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયેલી મુંબઈ ઈન્ડિયન્સે આખરે જીતનો સ્વાદ ચાખ્યો. તેણે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી હરાવ્યું અને કેપ્ટન રોહિત શર્માને તેના જન્મદિવસના અવસર પર તેના જીતની ભેટ આપી હતી.
ADVERTISEMENT
સૂર્યકુમાર યાદવે ફરી ઉગાર્યા
પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 6 વિકેટે 158 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 5 વિકેટે 161 રન બનાવીને જીત મેળવી હતી. સૂર્યકુમાર યાદવ મેચનો હીરો રહ્યો, તેણે 39 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 51 રન ફટકાર્યા, જ્યારે ટિમ ડેવિડે અણનમ 20 રન બનાવ્યા. ડેનિયલ સેમ્સે વિજેતા સિક્સ ફટકારી હતી.
ADVERTISEMENT
देर आए दुरुस्त आए 2⃣ points 💙#OneFamily #DilKholKe #MumbaiIndians #RRvMI pic.twitter.com/IFqQOKmXiN
— Mumbai Indians (@mipaltan) April 30, 2022
ADVERTISEMENT
અગાઉ, રાજસ્થાન રોયલ્સે ઈનફોર્મ જોસ બટલરના 52 બોલમાં 67 રનની મદદથી મુંબઈ ઈન્ડિયન્સ સામે 6 વિકેટે 158 રન બનાવ્યા હતા. બટલર, જોકે, શરૂઆતમાં એવો ફોર્મમાં લાગતો ન હતો પરંતુ પછીથી તેણે ઓફ-સ્પિનર રિતિક શોકીનને સતત ચાર છગ્ગા ફટકારીને રન-રેટ વધાર્યો હતો. તે 16મી ઓવરના છેલ્લા બોલ પર ડીપમાં કેચ આપી બેઠો હતો. અગાઉની મેચોમાં સારી ઇકોનોમીથી બોલિંગ કરનાર શોકીને આજે ત્રણ ઓવરમાં 47 રન આપ્યા, જેમાં છ છગ્ગાનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT
આજે રોહિત શર્માનો બર્થ ડે
સતત પરાજયની હારમાળા પછી આજે રોહિતને રાહતનો શ્વાસ લેવાનો અવસર તેના પોતાના બર્થ ડે ના દિવસે ટીમે આપ્યો છે જો કે તે પોતે માત્ર 2 રને જ આઉટ થઈ ગયો હતો અને આ વિજય છતાં ટીમ લગભગ હવે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચૂકી છે માટે જીતથી ખાસ ફરક પડતો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.