બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / mumbai cp issued new order traffic police will not be able to stop your car will not be able to check

મોટી રાહત / ટ્રાફિક પોલીસ નહીં રોકી શકે કાર, જાણો કયા શહેરમાં જાહેર કરાયો નવો આદેશ

Published By: Arohi

Last Updated: 12:51 PM, 5 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે ટ્રાફિક પોલીસ તમને કારણ વગર પરેશાન નહીં કરી શકે, તમારી ગાડીનું કારણ વગર ચેકિંગ પણ નહીં કરી શકે.

  • હવે કારણ વગર તમને નહીં રોકી શકે ટ્રાફિક પોલીસ 
  • ટ્રાફિક પોલીસ માટે જાહેર કરવામાં આવ્યું સર્ક્યુલર
  • ફક્ત ટ્રાફિક કંટ્રોલ કરવાના આપવામાં આવ્યા આદેશ 

મુંબઈગરાઓ માટે મોટા રાહતના સમાચાર છે. હવે ટ્રાફિક પોલીસ તમને કારણ વગર રોકીને પરેશાન નહીં કરી શકે અને સાથે જ તમારી ગાડીનું કારણ વગર ચેકિંગ પણ નહીં કરી શકે. કમિશનર ઓફ પોલીસ હેમંત નાગરાલે આ વિશે એક સર્ક્યુલર ટ્રાફિક ડિપાર્ટમેન્ટને જાહેર કર્યું છે. 

ટ્રાફિક પોલીસ ગાડીની ચેકિંગ નહીં કરી શકે 
સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે ટ્રાફિક પોલીસ હવે ગાડીઓની ચંકિંગ નહીં કરે. ખાસ કરીને જ્યાં ચેક નાકાઓ હોય છે ત્યાં ફક્ત ટ્રાફિકનું મોનિટરિંગ જ કરવામાં આવશે અને તેના પર ફોકસ કરશે કે ટ્રાફિક સામાન્ટ રીતે ચાલે, તે કોઈ પણ ગાડીને ફક્ત ત્યારે જ રોકશે જ્યારે તેમનાથી ટ્રાફિકની રફતાર પર કોઈ ફરક પડતો હોય. 

ચેકિંગના કારણે ટ્રાફિક પર અસર પડે છે 
ઘણી વખત એવું બનતું હોય છે કે ટ્રાફિક પોલિસ ફક્ત શંકાના આધાર પર કોઈ પણ ગાડીને રોકીને તેમના બૂથ પર ગાડીની તપાસ કરે છે. જેના કારણે રસ્તા પરનો ટ્રાફિક પ્રભાવિત થાય છે. 

ટ્રાફિક કંટ્રોલને પહેલી પ્રાથમિકતા 
CP નાગરાલેની તરફથી ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરેલા આ સર્ક્યુલરમાં દરેક ટ્રાફિક પોલીસને ગાડીઓની તપાસ કરવા પર રોક લગાવવા માટે કહેવામાં આવ્યું છે. કારણ કે રસ્તા પર ટ્રાફિક વધી રહ્યો છે. તેમણે ટ્રાફિક કંટ્રોલ પર નજર રાખવાને પ્રાથમિકતા આપવા માટે કહેવામાં આવ્યું છે. સર્કુલરમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો મોટર ચાલક યાતાયાત નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે તો તેમને યાતાયાત પોલીસ મોટર વાહન અધિનિયમની જોગવાઈઓ હેઠળ દંડ કરી શકે છે. 

નિયમો ન માનવા પર કાર્યવાહી થશે 
ટ્રાફિક પોલીસ કોઈ પણ વાહનની તપાસમાં શામેલ નહીં થઈ શકે. ટ્રાફિક પોલીસ અને સ્થાનીક પોલીસકર્મીઓની તરફથી સંયુક્ત નાકાબંધી વખતે ટ્રાફિક પોલીસ ફક્ત ટ્રાફિક રૂલ્સના ઉલ્લંઘન વિરૂદ્ધ જ કાર્યવાહી કરશે અને વાહનોની તપાસ કરશે. જો આ આદેશોને કડકાઈ પુર્વક લાગુ નહીં કરવામાં આવે તો સંબંધિત ટ્રાફિક પોલીસની ચોકીના વરિષ્ઠ નિરીક્ષકને જવાદાર ગણવામાં આવશે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai Traffic rules car traffic police ટ્રાફિક નિયમો ટ્રાફિક પોલીસ Traffic Rules

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ