બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Mumbai Bandra: Lady drown and dead by ocene wave, VIDEO went viral

હૃદયદ્રાવક ઘટના / VIDEO: મમ્મી... પાછી આવતી રે...: પતિ-પત્ની ફોટો પડાવતા હતા, બાળકની નજર સામે લહેર આવી બંને તણાયા, સાડીથી ખેંચી પણ બચાવી ન શક્યા

Published By: Vaidehi

Last Updated: 09:38 AM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં એક ભયાનક અને ચેતવણી આપતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ફોટોનાં ચક્કરમાં દીકરીની આંખોની સામે માતા પાણીમાં વહી ગઈ.

  • મુંબઈ બાંદ્રામાં બની મોટી દુર્ઘટના
  • પિકનિક મનાવવું પરિવાર માટે પડ્યું ભારે
  • બાળકોની આંખોની સામે માતા પાણીમાં વહી ગઈ

કહેવામાં આવે છે કે આગ-પાણી સાથે ક્યારેય મસ્તી ન કરવી જોઈએ કારણકે તે ક્યારેક પણ જીવલેણ સાબિત થઈ શકે છે. હાલમાં મુંબઈનો વાયરલ થઈ રહ્યો એક વીડિયો આ વાતને સાબિત કરશે. વીડિયો મુંબઈ બાંદ્રાનો છે જેમાં કપલ સમુદ્ર કિનારે પરિવાર સાથે એન્જોય કરી રહ્યાં છે. પરંતુ એ બાદ જે થાય છે તે જોઈને આંખો પહોળી થઈ જશે.

પાણીમાં વહી ગઈ મહિલા
વીડિયોમાં જોઈ શકાય છે કે કપલ પત્થર પર બેઠું છે અને પાણીની લહેરોની મજા માણી રહ્યું છે. તેમની નાની દીકરી વીડિયો લઈ રહી છે. વીડિયોમાં બાળકીનો અવાજ સ્પષ્ટપણે સાંભળી શકાય છે. દરિયામાં જ્યારે જોરથી મોજું આવે છે ત્યારે તે મહિલાને પણ પોતાની સાથે ખેંચી જાય છે. વીડિયોમાં દીકરીની મમ્મી-મમ્મીની ચીસો સંભળાઈ રહી છે. આ કરૂણ ઘટના જોઈને કોઈનાં પણ ધબકારા વધી જાય!

"બેલેન્સ બગળ્યું અને અમે બંને પડી ગયાં"
મહિલાનાં પતિ મુંબઈનાં રબાલેનાં ગૌતમ નગરમાં રહે છે. તેમણે જણાવ્યું કે," મેં તેને બચાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો. જ્યારે ચોથી લહેરે અમને પાછળથી માર્યું ત્યારે અમારો બેલેન્સ બગડ્યો અને અમે બંને લપસી ગયાં. જ્યારે મેં મારી પત્નીની સાડી પકડી ત્યારે એક વ્યક્તિએ મારો પગ પકડી લીધો. પરંતુ પત્નીને અમે ન બચાવી શક્યાં.જો કે મારી પકડ મજબૂત હતી પરંતુ તે પોતાની સાડીનાં લીધે લપસી ગઈ અને મારી આંખોની સામે તે સમુદ્રમાં તણાઈ ગઈ. મારા બાળકો ત્યાં જ હતાં. તેઓ પણ મદદ માટે બુમો પાડી રહ્યાં હતાં, પણ કોઈ કંઈ જ ન કરી શક્યું. હું નથી જાણતો કે અમે કઈરીતે આ ઘટનાની બહાર આવશું."

ફાયર બ્રિગેડની મદદથી શવ મળ્યો
આસપાસ ઊભેલા લોકોએ સાંજે આશરે 5.20 આસપાસ પોલીસને  જાણ કરી હતી. પોલીસ ફાયરબ્રિગેડનાં અધિકારીઓની સાથે ઘટનાસ્થળ પર પહોંચી. રવિવારે મોડી રાત્રે મુંબઈ ફાયરબ્રિગેડે જ્યોતિનું શવ શોધી કાઢ્યું. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું પરંતુ ત્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવ્યું.

પિકનિક પર ગયો હતો પરિવાર
પતિ મુકેશ અનુસાર દંપતિ અને તેમની 12 વર્ષની પુત્રી, 6 અને 8 વર્ષનાં પુત્રો ઘણીવાર પિકનિક માટે જાય છે. મુકેશે એ દિવસે પણ ફરવા જવા માટે એક મિત્રની ઓટો ભાડે લીધી હતી. રવિવારે પરિવારે જૂહુ ચોપાટી જવાનું નક્કી કર્યું હતું પરંતુ હાઈટાઈડનાં કારણે બીચ પર એન્ટ્રી બંધ હતી તેથી તેઓ બાંદ્રા બાજુ ગયાં. જ્યાં આ દુર્ઘટના બની.

સંકળાયેલા મુદ્દાઓ

Bandra Mumbai Video Woman drown in sea Mumbai Bandra woman drown video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ