બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મુકેશ અંબાણીને ધમકી આપવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે મુકેશ અંબાણીને ધમકી આપનારા શખ્સ વિષ્ણુ વિભુ ભૌમિકની બોરીવલી વેસ્ટમાંથી અટકાયત કરી છે. એશિયાના બીજા નંબરના ઉદ્યોગપતિને ધમકી મળતા કેન્દ્ર એજન્સીઓ પણ તપાસમાં લાગી હતી
ડીસીપી નિલોત્પલ અનુસાર, પોલીસ કસ્ટડીમાં રહેલો આ શખ્સ જ્વેલર છે અને તેમની દક્ષિણ મુંબઈમાં દુકાન છે. રિપોર્ટ અનુસાર, તેમણે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં ફોન કરવા દરમિયાન પોતાનું નામ અફઝલ બતાવ્યું હતું.
ADVERTISEMENT
સવારે 10:39થી બપોરે 12 વાગ્યા સુધીમાં 9 વખત ફોન કર્યો હતો
રિપોર્ટ અનુસાર, આ વ્યક્તિ દહિસારનો રહેવાસી છે અને તેણે સોમવાર સવારે 10:39થી બપોરે 12 વાગ્યા સુધીમાં એક, બે નહીં પરંતુ 9 વખતે ફોન કરીને એશિયાના બીજા સૌથી મોટા ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ગાળી આપતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
કેન્દ્રીય એજન્સીઓ પણ થઇ ગઇ અલર્ટ
આ વ્યક્તિએ મુંબઈના ગિરગાંવ વિસ્તામાં આવેલી રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં સવારે અંદાજિત 10:39 વાગ્યે પર પહેલો ફોન કરીને ન માત્ર મુકેશ અંબાણી, પરંતુ તેમના આખા પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે સુચના મળતા જ સ્થાનિક પોલીસ અલર્ટ થઇ ગઇ અને કલમ 506(2) ગુનાકીય ધમકી હેઠળ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી હતી. કેસને ગંભીરતાથી જોતા કેટલીક કેન્દ્રીય એજન્સીઓએ પણ આ અંગે માહિતી મેળવી લીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.