ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Mukesh Ambani gifted 1500 cr building to reliance employee manoj modi

મુંબઈ / મુકેશ અંબાણી બન્યાં દાનવીર, રિલાયન્સના આ કર્મચારીને ભેટમાં આપ્યું 22 ફ્લોરવાળું 1500 કરોડનું ઘર

Published By: Vaidehi

Last Updated: 06:48 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુકેશ અંબાણીએ રિલાયંસનાં કર્મચારી મનોજ મોદીને 1500 કરોડની કિંમતનું ઘર ગિફ્ટમાં આપ્યું છે. મનોજને મુકેશ અંબાણીનો જમણો હાથ માનવામાં આવે છે.

ADVERTISEMENT

  • મુકેશ અંબાણીએ રિલાયંસનાં કર્મચારીને આપી ભેટ
  • 1500 કરોડની કિંમતનું ગિફ્ટ આપ્યું ઘર
  • 22 માળની બિલ્ડિંગનાં માલિક થયાં મનોજ મોદી

દેશનાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ પોતાની દરિયાદિલી દેખાડી છે. તેમણે લાંબા સમયથી રિલાયંસ ઈન્ડસ્ટ્રિઝનાં કર્મચારી અને પોતાના નજીકી વ્યક્તિઓમાંના એક એવા મનોજ મોદીને આલીશાન ઘર ગિફ્ટમાં આપ્યું છે .આ ઘર કેટલું ભવ્ય હશે તેનો અંદાજો તેની કિંમત જાણીને તમને થઈ જ ગયો છે. આ ઘર 1500 કરોડ રૂપિયાની કિંમત ધરાવે છે અને તે 22 ફ્લોરની બિલ્ડિંગ છે. 

કોણ છે મનોજ મોદી?
મનોજ મોદી રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝનાં સૌથી વિશ્વાસપાત્ર કર્મચારીઓમાંના એક છે અને તેમને મુકેશ અંબાણીનાં રાઈટ હેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે.  પ્રોપર્ટી વેબસાઈટનાં રિપોર્ટ અનુસાર મનોજ મોદીને જે ઘર ગિફ્ટ કરવામાં આવ્યું છે તે 22 ફ્લોરની બિલ્ડિંગ છે. એટલું જ નહીં મુંબઈની પ્રાઈમ લોકેશન નેપીન સી રોડ પર તે સ્થિત છે.

ભવ્ય બિલ્ડિંગનું નામ વૃંદાવન છે
રિપોર્ટ અનુસાર કેટલાક મહિના પહેલા જ મુકેશ અંબાણીએ મનોજ મોદીને આ બિલ્ડિંગ ગિફ્ટ કરી હતી. દશકાઓથી રિલાયંસનો ભાગ રહેલાં મનોજ મોદી રિલાયંસ જિયો અને રિટેલનાં ડાયરેક્ટર છે. મુકેશ અંબાણીની તરફથી ગિફ્ટ આપવામાં આવેલી ભવ્ય બિલ્ડિંગનું નામ વૃંદાવન છે. આ બિલ્ડિંગ જે રોડ પર છે ત્યાં જિંદલ ગ્રુપનાં મેનેજિંગ ડાયરેક્ટર સજ્જન જિંદલ પણ રહે છે. તેમના આવાસનું નામ માહેશ્વરી હાઉસ છે. આ પ્રોપર્ટી જે નેપીન સી રોડ પર સ્થિત છે ત્યાં 70600 રૂપિયા પ્રતિ વર્ગ ફુટ સુધીનો જમીનનો રેટ ચાલી રહ્યો છે.

બિલ્ડિંગનો કુલ એરિયા 1.7 લાખ વર્ગ ફુટ
આ બિલ્ડિંગનો દરેક ફ્લોર 8000 વર્ગ ફુટનો છે. બિલ્ડિંગનો કુલ એરિયા 1.7 લાખ વર્ગ ફુટ છે. આ બિલ્ડિંગનાં પહેલાં 7 ફ્લોર માત્ર કાર પાર્કિંગ માટે રિઝર્વ રાખવામાં આવ્યાં છે.  આ બિલ્ડિંગમાં મૂકવામાં આવેલ ફર્નિચર ઈટલીથી મંગાવવામાં આવ્યું છે. આ વચ્ચે મનોજ મોદીએ મુંબઈમાં પોતાના બંને એપાર્ટમેન્ટ્સને વેંચ્યાં છે જેની કિંમત દસ્તાવેજો અનુસાર 41.5 કરોડ રૂપિયા હતી. આ બંને પ્રોપર્ટી મહાલક્ષ્મીમાં આવેલી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Building Gift Manoj Modi Mukesh Ambani Mumbai ઘર ભેટ મનોજ મોદી મુકેશ અંબાણી Mumbai

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ