બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / MP upset over son not getting MLA ticket, factionalism...: Veteran BJP leader held a meeting with 54 leaders to clear the veil on this Gujarat seat

રાજકારણ / દીકરાને MLAની ટિકિટ ન મળતા MP નારાજ, જૂથવાદ...: ગુજરાતની આ બેઠક પર ડખો દૂર કરવા BJPના દિગ્ગજ નેતાએ 54 નેતા સાથે કરી મીટિંગ

Vishal Khamar

Last Updated: 05:46 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ દ્વારા લોકસભા 2024 ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ગત રોજ વડોદરા ખાતે પાંચ લોકસભાનાં કાર્યકર્તાનું સંમેલન યોજાયું હતું. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા પાટણ લોકસભા મત વિસ્તારનાં કાર્યકર્તાઓનાં ક્લાસ લીધા હતા.

  • ભાજપ દ્વારા લોકસભા 2024 ની ઉમેદવારની પસંદગીની તૈયારીઓ શરૂ
  • પાટણ લોકસભા બેઠકમાં 7  વિધાનસભા બેઠકનો થાય છે સમાવેશ
  • 7 લોકસભા બેઠકમાંથી 4 કોંગ્રેસ પાસે જ્યારે 3 ભાજપ પાસે
  • હાલની પરિસ્થિતિને જોતા વર્તમાન સાંસદની ટિકિટ કપાવવાની શક્યતાઃ સુત્રો

પાટણ ભાજપમાં છેલ્લા ઘણા સમયથી અંદરો અંદર ચાલી રહેલ કલહનાં કારણે ભાજપે પાટણ વિધાસભા સીટ ગુમાવવી પડી છે. ત્યારે આંતરિક કલહને શાંત કરવા માટે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગત રોજ પાટણનાં નેતાઓ સાથે બેઠક કરી હતી. વડોદરા શહેરમાં પાટણનાં 54 જેટલા નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં જે.પી. નડ્ડાએ પાટણનાં જવાબદાર નેતાઓનો ક્લાસ પણ લીધા હતા. તેમજ વિધાનસભાની પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે તાકીદ પણ કરી હતી. 

ભરતસિંહ ડાભીને કોઈ નારાજગી નથીઃ રજની પટેલ (પ્રદેશ મહામંત્રી)
આ બાબતે પ્રદેશ મહામંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે, પ્રવાસી યોજનાં અંતર્ગત રાજ્યની પાંચ લોકસભા બેઠકોની પસંદગી કરવામાં આવી છે.  જેમાંની એક પાટણ લોકસભાનાં સૌ કાર્યકર્તાઓને મળવાનું થાય તે માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભરતસિંહ ડાભી બેઠકમાં હાજર રહ્યા હતા કે નહી તે બાબતે રજની પટેલે જણાવ્યું હતું કે તેઓ બેઠકમાં હાજર હતા. તેમજ તેઓની નારાજગી બાબતે પૂછતા મહામંત્રીએ હસતા હસતા કહ્યું કે ભરતસિંહ ડાભીને કોઈ નારાજગી નથી. 

રજની પટેલ (પ્રદેશ મહામંત્રી, ભાજપ)

લોકસભા મત વિસ્તારની 4 સીટો હાર્યા છીએ જ્યારે 3 સીટો જીત્યા છીએઃ ભરતસિંહ ડાભી(સાંસદ પાટણ લોકસભા)
આ બાબતે પાટણ લોકસભાનાં સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે પાટણ લોકસભાની બેઠકનાં કાર્યકર્તાઓ સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તેમજ પ્રદેશ પ્રમુખ સાથે હાજરી આપી કાર્યકર્તાઓને લોકસભા જીતવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું. ત્યારે થોડા દિવસ પહેલા ભરતસિંહ ડાભીએ પાટણ લોકસભા બેઠકને નબળી બેઠક ગણાવી હતી. જે નિવેદન બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે પાટણ લોકસભાની 4 સીટો પર ભારતીય જનતા પાર્ટી હારી છે. જ્યારે ત્રણ સીટો ભાજપ જીત્યું છે.

ભરતસિંહ ડાભી (સાંસદ, પાટણ લોકસભા)

હાલની પરિસ્થિતિને જોતા વર્તમાન સાંસદની ટિકિટ કપાવવાની પૂરેપૂરી સંભાવનાંઃ સુત્રો
થોડા દિવસ અગાઉ પાટણનાં સાંસદ ભરતસિંહ ડાભીએ પાટણ બેઠકને સૌથી નબળી બેઠક ગણાવી હતી. ત્યારે લોકસભાની ચૂંટણીને પાંચ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. ત્યારે સાંસદ દ્વારા પાટણ તાલુકાનાં ગામ તો ઠીક પણ છેવાડાનાં અંતરિયા વિસ્તારનાં લોકોની પણ પાંચ વર્ષમાં કદી મુલાકાત લીધી નથી. ત્યારે વર્તમાન સાંસદે પુત્રને વિધાનસભાની ટિકિટ મળે તે માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતું પુત્રને ટિકિટ ન મળતા સાંસદ નારાજ થયા હતા. ત્યારે ભાજપનાં કાર્યકર્તાઓમાં અંદરો અંદર એવી પણ ચર્ચા ચાલી રહી હતી કે, આ વખતે ભરતસિંહ ડાભીની ટિકિટ ન પણ મળે તેવી સંભાવનાં છે.  સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલની પાટણ લોકસભાની પરિસ્થિતિને જોઈ ભાજપનું મોવડી મંડળ ભરતસિંહ ડાભીની ટિકિટ ન પણ મળે. તો બીજી તરફ ભાજપનાં કાર્યકર્તાઓમાં લોકસભા સીટનાં ઉમેદવાર તરીકે પૂર્વ મંત્રીનાં નામની ચર્ચા પણ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ