બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / MP Rajiv Satav on ventilator support

મોટા સમાચાર / કોરોના બેફામ: મહારાષ્ટ્ર કોંગ્રેસના આ દિગ્ગજ નેતા વેન્ટિલેટર પર, ગુજરાત સાથે ધરાવે છે ખાસ કનેક્શન

Kavan

Last Updated: 04:55 PM, 29 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના વાયરસ દિવસેને દિવસે જીવલેણ બની રહ્યો છે. દરરોજ ચિંતાજનક રીતે કેસ નોંધાઇ રહ્યા છે અને મૃત્યુઆંકમાં ઉછાળો નોંધાયો છે, આ તમામ સમાચારો વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતાની તબિયત લથડી હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે.

  • ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની તબિયત લથડી
  • પુણેની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ 
  • રાજીવ સાતવ હાલ વેન્ટિલેટર પર

મળતી જાણકારી પ્રમાણે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ કોરોના સંક્રમિત થયા બાદ ગઇકાલે મોડી રાતે તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, બીજી તરફ એવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની તબિયત અચાનક લથડી છે. 

રાજીવ સાતવને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની આજે અચાનક તબિયત લથડ્યા બાદ તેઓને તાત્કાલિક અસરથી વેન્ટિલેટર રાખવામાં આવ્યા છે. હાલ તેઓની મહારાષ્ટ્રના પૂણેમાં ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલી રહી છે.

ahmedabad-rajiv-satav-s-visit-to-gujarat-today

કોણે છે રાજીવ સાતવ ? 

રાજીવ શંકરરાવ સાતવ મૂળ મહારાષ્ટ્રના વતની છે. તેઓ હાલ રાજ્યસભાના સાંસદ છે. આ પહેલા તેઓ લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. 2014ની ચૂંટણીમાં કોંગ્રેસના અગ્રેણી નેતા રાજીવ સાતવ મહારાષ્ટ્રના હિંગોલી ચૂંટાઇ આવ્યા હતા. 

એક દિવસમાં સૌથી વધારે 379, 459 નવા કોરોનાના કેસ સામે આવ્યા

વર્લ્ડોમીટરના આંકડા મુજબ દેશમાં બુધવારે એક દિવસમાં સૌથી વધારે 379, 459 નવા કોરોનાના કેસ સામે આવ્યા અને આ દરમિયાન 3647 લોકોના મોત થયા છે. મહામારીની શરુઆતથી આ પહેલી વાર છે કે જ્યારે દેશમાં એક દિવસમાં લગભગ 3 લાખ 80 હજારની આસપાસ નવા કેસ આવ્યા છે અને આટલી મોટી સંખ્યામાં મોત થયા છે. આ પ્રકારે દેશમાં કોરોનાના કુલ મામલાની સંખ્યા 18, 368, 096 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 204,812 લોકોના મોત થયા છે.

સાજા થનારાનો રાષ્ટ્રીય દર ઘટીને 81 ટકા થયો

આ મહામારીથી અત્યાર સુધીમાં 15, 078, 276 લોકો સાજા થયા છે. મંગળવારે કોરોનાનાએ આવો  જ ચિંતા વધારનારો રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે એક દિવસમાં 3 લાક 62 હજાર નવા મામલા સામે આવ્યા અને 3285 લોકોના મોત થયા હતા. આંકડા મુજબ લગભગ 30 લાખ 80 હજારથી વધારે લોકો હવે સંક્રમિણની ઝપેટમાં છે. જે સંક્રમણના કુલ મામલાના લગભગ 17 ટકા છે.  જ્યારે કોવિડથી સાજા થનારાનો રાષ્ટ્રીય દર ઘટીને 81 ટકા થયો છે.

મહારાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર 

અહીં છેલ્લા 24 કલાકમાં 63,309 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 44,73,394 લોકો પ્રભાવિત થયા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 985 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. કોરોનાથી એક દિવસમાં પોતાનો જીવ ગુમાવનારા લોકોની આ અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. આ સાથે રાજ્યમાં મૃતકોની સંખ્યા વધીને 67214 થઈ ગઈ છે. રાજ્યમાં મંગળવારે 66 હજાર 358 નવા કેસ આવ્યા હતા અને 895 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. સોમવારે, 48,700 નવા કેસોની પુષ્ટિ થઈ હતી અને 524 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. મહારાષ્ટ્રમાં 18 એપ્રિલના રોજ સૌથી વધુ 68,631 કેસ નોંધાયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ