બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Movie Review / ગુજરાતી સિનેમા / મૂવી સમીક્ષા / Movie Review: કેવી છે વત્સલ શેઠની પહેલી ગુજરાતી ફિલ્મ 'સરપ્રાઈઝ'? જોવા જવાય કે નહીં!
Last Updated: 10:59 AM, 15 May 2025
ગુજરાતીમાં એક કહેવત છે 'નિશાન ચૂક માફ, નહીં માફ નીચુ નિશાન'... તે 'સરપ્રાઇઝ' મૂવી પર બંધ બસે છે.આ ફિલ્મને હિન્દી ફિલ્મ સાથે ટક્કર લઇ શકે તેવી બનાવવા માટે પ્રયત્ન ઘણો થયો છે, હા એ વાત જુદી છે કે ફિલ્મમાં બોલીવૂડ એક્ટર હોવા છતાંય, તે બોલીવૂડના સ્તરની બની શકી નથી. ડિરેક્ટર સચિન બ્રહ્મભટ્ટનો પ્રયાસ સારો છે, પરંતુ ગુજરાતી દર્શકોને હવે માત્ર પ્રયત્નમાં રસ નથી. જો કે, ફિલ્મ વિશે પહેલા સારી સારી વાતો કરી લઈએ. 117 મિનિટની આ ફિલ્મમાં દર પાંચ મિનિટે દર્શકોને ચોંકાવે તેવી સરપ્રાઇઝ પીરસવામાં આવી છે. પરંતુ હદથી વધારે સરપ્રાઇઝ અને એ સરપ્રાઇઝને કન્વીન્સિંગ બનાવવાના પ્રયાસોમાં જ ફિલ્મ પૂરી થઈ જાય છે.
ADVERTISEMENT

બીજી સારી વાત છે ફિલ્મના લોકેશન્સ અને વાર્તા. ગુજરાતી ફિલ્મો જ્યારે કોમેડી, ફેમિલી ડ્રામા પૂરતી જ સીમિત દેખાઈ રહી છે, ત્યારે અહીં છળ, કપટ, લૂંટ, ચેઝ બધું જ છે. મોટી સ્ક્રીન પર લોકેશન્સ જોવા ગમે છે. પણ આખી ફિલ્મમાં લોકેશન્સ જ ક્યાં સુધી જોવાના ?
ADVERTISEMENT
ફિલ્મની વાર્તા શરૂ થાય છે ઉદ્યોગપતિ મિ.બજાજાના ઘરે બે યુવતીઓ દ્વારા થયેલી લૂંટથી. આ બે યુવતીઓ એટલે કૃતિ(હેલી શાહ) અને પ્રાચી (જ્હાન્વી ચૌહાણ). કૃતિ અને પ્રાચી બન્ને લૂંટની રોકડ, હીરા અને મિ. બજાજની કાર ચોરીને ગોવા તરફ પ્રયાણ કરે છે, જ્યાં હીરાના બદલામાં કૅશ લઇને પોલેન્ડ ભાગી જવાનો તેમનો પ્લાન હોય છે. પરંતુ રસ્તામાં આવે છે એક ટવિસ્ટ અને એન્ટ્રી થાય છે, પાર્થ દેસાઇ(વત્સલ શેઠ)ની. પાર્થ દેસાઇ એક જ નામ અને એક જ ચહેરા સાથે આખી ફિલ્મમાં અલગ-અલગ ઓળખ સાથે સ્ક્રીન પર દેખાયા કરે છે. અમોને પણ વચ્ચે ધૂમ 2 યાદ આવી ગઈ હતી. પણ અહીં વત્સલ શેઠની આટલી ઓળખાણોનું રહસ્ય શું છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
ADVERTISEMENT
ફિલ્મ તેના નામ પ્રમાણે દર્શકોને ઉપરા-ઉપરી સરપ્રાઇઝ તો આપે છે, પરંતુ એ થ્રીલ ફીલ નથી કરાવતી જે કરાવવા માટે ડાયરેક્ટરે પ્રયાસ કર્યો છે! વાર્તા સારી છે, પણ ડાઈલોગ્સ જાણે ઉતાવળમાં લખાઈ ગયા છે. પંચલાઈન્સ જ દેખાતી નથી. ફિલ્મના ગીતો કે બેકગ્રાઉન્ડ સ્કોરની કોઈ ટ્યુન એવી નથી જે દર્શકોને યાદ રહી જાય. જે પ્રમાણે પ્રાચી-હેલી અને પાર્થ દેસાઇ વચ્ચેના સિકવેન્સ છે, તેમાં ખાસ કોઇ પંચલાઇન નથી જણાતી .
અભિનયની વાત કરીએ તો વત્સલ સેઠની આ પહેલી ગુજરાતી મૂવી છે, અત્યાર સુધી વત્સલે હિન્દી મૂવીમાં જ કામ કર્યુ છે, તેણે આ ફિલ્મમાં પોતાની ક્ષમતાના 100 ટકા આપવા પ્રયાસ કર્યો છે, તે જ રીતે હેલી શાહ અત્યાર સુધી હિન્દી ટીવી સિરિયલ્સમાં જોવા મળી છે, તેની પણ આ પહેલી ગુજરાતી મૂવી છે. તેનો રોલ પણ જરા હટકે છે અને તેણે પુરી નિષ્ઠાથી એ રોલ નિભાવ્યો છે.. જ્હાન્વી ચૌહાણ પણ પોતાના અભિનયથી દર્શકોનું ધ્યાન ખેંચે છે, પરંતુ અગાઉ કહ્યું તેમ ત્રણેયના ભાગે કોઇ દમદાર સંવાદ ન હોવાથી તેઓ કોઇ વિશેષ છાપ છોડી શકતા નથી. અને જ્યારે જ્યારે ડાઈલોગ્સ બોલે ત્યારે ત્યારે લાગે કે ગુજરાતી પર તો થોડી મહેનત કરી લેવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અજય દેવગણની 'રેડ 2'એ 'જાટ'ને પછાડી! વર્લ્ડ વાઈડ કલેકશન 160 કરોડ રૂપિયાને પાર
સમ ખાવા પૂરતી સારી વાત એ છે કે હાલના અરસામાં રીલીઝ થતી બાકી તમામ ગુજરાતી ફિલ્મોથી આ ફિલ્મ જરા હટકે છે, ન તો ફેમિલિ ડ્રામા છે ન તો ઇમોશન્સની ભરમાર છે,એ કબીજાને મ્હાત આપવાની ગેમ છે, અને ભરપૂર સરપ્રાઇઝ છે. આવા વિષય સાથે ગુજરાતી ફિલ્મો અગાઉ બની હોય તેવું ધ્યાનમાં નથી, આ માટે ફિલ્મના નિર્માતાની હિંમતની પણ પ્રશંસા કરવી પડે . બસ, ફિલ્મ મજબૂત નથી. એટલે પોતાના જોખમે જોજો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.