કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ (Central Government Employees) અને પેન્શનરો(Pensioners)ને હોળીની ભેટ આપી શકે છે.
કેન્દ્રના કર્મચારીઓ માટે ખુશખબર
હોળી-ધૂળેટી પહેલા વધી શકે મોંઘવારી ભથ્થુ
મોદી સરકાર 16 માર્ચે લઈ શકે નિર્ણય
16 માર્ચે યોજાનારી કેબિનેટની બેઠક DA (મોંઘવારી ભથ્થું – DA) અંગે નિર્ણય લઈ શકે છે. બેઠકમાં મોંઘવારી ભથ્થું 31 ટકાથી વધારીને 34 ટકા કરવામાં આવી શકે છે.
50 લાખથી વધુ સરકારી કર્મી અને 65 લાખથી વધુ પેન્શનરોને થઈ શકે ફાયદો
નરેન્દ્ર મોદી સરકારના આ નિર્ણયથી 50 લાખથી વધુ સરકારી કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનધારકોને ફાયદો થશે. 7મા પગાર પંચની ભલામણો અનુસાર, સરકાર મૂળ પગાર પર DAની ગણતરી કરે છે. આજે 10 માર્ચે 5 રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ આદર્શ આચારસંહિતા પણ હટાવી દેવામાં આવશે. આ પછી સરકાર ડીએ પર નિર્ણય લઈ શકે છે.
અત્યારે 31 ટકાના દરે મળી રહ્યું છે DA
હાલમાં સરકારી કર્મચારીઓને 31 ટકા ડીએ મળે છે. આમાં 3 ટકાના વધારાથી સરકારી કર્મચારીઓના પગારમાં વધુમાં વધુ 20,000 રૂપિયા અને ન્યૂનતમ 6480 રૂપિયા સુધીનો વધારો થશે. AICPI(All India Consumer Price Index for Industrial Workers) ના ડેટા અનુસાર ડિસેમ્બર 2021 સુધી DA 34.04% પર પહોંચી ગયો છે. જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 18,000 રૂપિયા પ્રતિ માસ છે, તો નવું DA (34%) 6120 રૂપિયા પ્રતિ માસ મળશે. હાલમાં 31% ડીએ પર 5580 રૂપિયા મળી રહ્યા છે.
ડીએ ક્યારે શરૂ થયું?
મોંઘવારી ભથ્થું કર્મચારીઓના જીવનધોરણ અને ખોરાકને સુધારવા માટે આપવામાં આવે છે. દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં ડીએ બદલાય છે. ભારતમાં મોંઘવારી ભથ્થું સૌપ્રથમ 1972માં મુંબઈમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ પછી કેન્દ્ર સરકારે તમામ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવાનું શરૂ કર્યું. ગયા વર્ષે જુલાઈ અને ઓક્ટોબરમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં બે વખત વધારો કરવામાં આવ્યો હતો. જુલાઈ 2021માં, સરકારે મોંઘવારી રાહત (DR) પણ 17 ટકાથી વધારીને 28 ટકા કરી હતી.