ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / MNS Chief Raj Thackeray and his Mother COVID 19 positive in quarantine

BIG BREAKING / મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા રાજ ઠાકરે કોરોનાની ઝપેટમાં, માતા પણ પોઝિટિવ, છતાં માસ્ક વગર જ ઘરેથી નીકળ્યા

Published By: Parth

Last Updated: 06:24 PM, 23 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા રાજ ઠાકરેનો આજે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, સાથે જ તેમના માતા કૂંદા ઠાકરે પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે.

ADVERTISEMENT

  • MNS ચીફ રાજ ઠાકરેને થયો કોરોના
  • માતાનો પણ રિપોર્ટ આવ્યો પોઝિટિવ
  • ઘરે ચાલી રહી છે સારવાર

રાજ ઠાકરે અને માતા કૂંદા ઠાકરે કોરોનાં વાયરસની ઝપેટમાં 
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં અધ્યક્ષ રાજ ઠાકરે કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમના પરિવારમાં તેમાંના માતાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાના સમાચાર છે ત્યારે MNS ની ભાંડુપની જનસભાને રદ્દ કરી દેવામાં આવી છે. આ સભા આજે જ આયોજિત કરવામાં આવનાર હતી. બંને માતા પુત્રને હાલ ક્વોરંટાઈન કરી દેવામાં આવ્યા છે અને તેમની માંગ અનુસાર ઘર પર જ સારવાર કરવામાં આવી રહી છે. 

હાલ કોઈ લક્ષણ નહીં 
હાલ તો રાજ ઠાકરેને કોઈ જ કોરોના વાયરસનાં લક્ષણ નથી દેખાઈ રહ્યા જ્યારે તેમની માતાને તાવ આવતા લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રાજ ઠાકરેએ પણ પોતાના ડૉક્ટર સાથે મુલાકાત કરી છે. 

માસ્ક પહેર્યા વગર જ ઘરેથી નીકળ્યા 
જોકે મહારાષ્ટ્રમાં ચર્ચાની વાત તો એ છે કે કોરોના પોઝિટિવ હોવા છતાં તેઓ ઘરથી નીકળ્યા ત્યારે માસ્ક પહેર્યું હતું નહીં. શરૂઆતથી જ રાજ ઠાકરે માસ્ક પહેરવાથી બચતા આવ્યા છે. તેઓ દર વખતે માસ્ક પહેર્યા વગર જ દેખાય છે. સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર રાજ ઠાકરેનાં ત્યાં કામ કરતી એક મહિલાને પણ કોરોના થયો છે અને હાલ બાકીના લોકોનાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

MNS Chief Raj Thackeray Raj Thackeray COVID 19 covid 19 coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ