બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહેસાણામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ

logo

રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર

logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

VTV / મનોરંજન / Miss World 2024 Who is Kristina Piszkova, who won the Miss World 2024 award

Miss World 2024 / કોણ છે ક્રિસ્ટીના પિસ્જકોવા, જે જીતી મિસ વર્લ્ડ 2024નો પુરસ્કાર, ભારતની સિની શેટ્ટી કયા સ્થાને?

Megha

Last Updated: 10:58 AM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિઝકોવાએ મિસ વર્લ્ડ 2024નો ખિતાબ જીત્યો છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે ક્રિસ્ટીના કોણ છે જેને પોલેન્ડની કેરોલિના બિયાલાવસ્કા દ્વારા તાજ પહેરાવવામાં આવ્યો છે.

ભારતમાં 71મી મિસ વર્લ્ડ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. 28 વર્ષ બાદ ભારતને મિસ વર્લ્ડ હોસ્ટ કરવાની તક મળી હતી અને આ સ્પર્ધાની ફાઈનલ મુંબઈના વર્લ્ડ જિયો સેન્ટરમાં યોજાઈ હતી. જ્યાં કરણ જોહર અને મિસ વર્લ્ડ 2013એ ઈવેન્ટને હોસ્ટ કરવાની જવાબદારી સંભાળી હતી. મિસ વર્લ્ડ 2024નો ખિતાબ જીતીને ક્રિસ્ટીના પિઝકોવાએ આખી દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું છે. એવામાં ચાલો જાણીએ કે મિસ વર્લ્ડ 2024 જીતનાર ક્રિસ્ટીના કોણ છે..?

ક્રિસ્ટિના પિઝ્કોવા કોણ છે? 
ક્રિસ્ટીના લો અને બિઝનેસનો અભ્યાસ કરી રહી છે અને મોડલિંગ પણ કરે છે. ક્રિસ્ટીના પિઝકોવા અભ્યાસ અને મોડેલિંગની સાથે વંચિત બાળકોને પણ ભણાવે છે. ક્રિસ્ટીનાએ તાન્ઝાનિયામાં ગરીબ બાળકોની પ્રગતિ માટે ઘણા કાર્યો કર્યા છે. તેમણે ગરીબ બાળકો માટે અંગ્રેજી શાળા પણ ખોલી છે. મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર, તે સ્કૂલમાં સ્વયંસેવક તરીકે કામ કરે છે. સંગીતની સાથે, ક્રિસ્ટીનાને કલામાં પણ રસ છે, તેણે આર્ટ એકેડમીમાં 9 વર્ષ વિતાવ્યા હતા.

ક્રિસ્ટીના પિઝકોવાને મિસ વર્લ્ડ 2024નો તાજ પોલેન્ડની કેરોલિના બિયાલાવસ્કાએ પહેરાવ્યો હતો. ચેક રિપબ્લિકની ક્રિસ્ટીનાએ ટોપ 4માં શાર્ક ટેન્ક ઈન્ડિયાના શાર્કનો સુંદર જવાબ આપ્યો હતો, જ્યાં તેણે ગરીબ બાળકોના શિક્ષણ વિશે વાત કરી હતી. ક્રિસ્ટીના પિઝકોવાનો જન્મ 19 જાન્યુઆરી 1999ના રોજ થયો હતો. અભ્યાસની સાથે તેણે મોડલિંગમાં પણ ઝંપલાવ્યું. એટલું જ નહીં, તેણીનું પોતાનું ફાઉન્ડેશન પણ છે, જેનું નામ ક્રિસ્ટીના પિઝ્કો ફાઉન્ડેશન છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Miss World (@missworld)

જો આપણે ભારતનું પ્રતિનિધિત્વ કરતી સિની શેટ્ટીની વાત કરીએ તો તે ફેમિનાઈન મિસ ઈન્ડિયા 2022 રહી છે. સિની આ રેસમાંથી પહેલા જ બહાર થઈ ગઈ હતી પરંતુ તેણીએ આ રેસમાં ટોપ 8માં સ્થાન મેળવ્યું હતું.

વધુ વાંચો: ફિલ્મ 'શૈતાન'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, માત્ર બે દિવસમાં કરી આટલા કરોડની કમાણી

ક્રિસ્ટિનાએ ઘણી મુશ્કેલીઓ બાદ મિસ વર્લ્ડ 2024નો તાજ જીત્યો છે. એવામાં ચાલો જાણીએ કે ભારતે કેટલી વખત મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છેઃ
1. રીટા ફારિયા (1966)
2. ઐશ્વર્યા રાય (1994)
3. ડાયના હેડન (1997)
4. યુક્તા મુખી (1999)
5. પ્રિયંકા ચોપરા (2000)
6. માનુષી છિલ્લર (2017) 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ