બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / Microsoft launched foldable smartphone
માઇક્રોસોફટે ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે આવતા વર્ષમાં સરફેસ સિરીઝના ફોલ્ડેબલ સર્ફેસ નીઓ લોન્ચ કરાશે. આ ટેબ્લેટમાં 9 ઇંચની બે ડિસ્પ્લે હશે.આ સિવાય માઇક્રોસોફટ અન્ય પાંચ ફોલ્ડેબલ ડિવાઇસ પણ સ્માર્ટફોન માર્કેટમાં રજૂ કરશે.ઉલ્લેખનીય છે કે માઇક્રોસોફટે નોકિયાના મોબાઇલ યુનિટને ખરીદીને તેની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ સાથેના મોબાઇલ લોન્ચ કર્યા હતા. જોકે એન્ડ્રોઇડ અને એપલના ફોન સામે તે ચાલ્યા ન હતા.છેવટે 2017માં વિન્ડોઝ ફોન બંધ કરી દેવાયા હતા. માઇક્રોસોફ્ટે માબાઇલ સેગમેન્ટ માટે 7 અબજ ડોલર ખર્ચ્યા હતા.માઇક્રોસોફ્ટે હવે સ્માર્ટફોન માર્કેટમાં ફરી એન્ટ્રી કરવાની તૈયારી કરી છે અને તે માટે હવે ગુગલની મદદ લીધી છે.
ADVERTISEMENT
માઇક્રોસોફટના લેટેસ્ટ ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડની ઓપરેટિંગ સિસ્ટમ હશે.તેમાં ઇન્ટેલનું પ્રોસેસર હશે.ઉલ્લેખનીય છે કે સેમસંગે તેનો પ્રથમ ફોલ્ડેબલ ફોન ગેલેકસી ફોલ્ડ ભારતમાં લોન્ચ કર્યો છે.ચીનની ટોચની કંપની હુઆવેએ પણ ફોલ્ડેબલ ફોન માર્કેટ પર મુક્યો છે.આગામી એક-બે વર્ષમાં એપલ પણ ફોલ્ડેબલ ડિસ્પ્લે સાથેના ડિવાઇસ લોન્ચ કરે તેવી શકયતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.