બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / Mi CC9 Pro launch date officially confirmed, will come with 108MP camera
ફોનમાં છે 5 રિયર કેમેરા
ADVERTISEMENT
મહત્વનું છે કે આ ફોનમાં 2, 3 કે 4 નહીં પરંતુ 5 રિયર કેમેરા છે. આ ફોનની સાથે, કંપની 5 નવેમ્બરના રોજ Mi TV 5 અને શાઓમી વૉચ પણ લોન્ચ કરશે. આ લૉન્ચ કાર્યક્રમ બપોરે 2 વાગ્યે શરૂ થશે.
આટલી કિંમત હોઈ શકે છે
ADVERTISEMENT
સોશ્યલ મીડિયાના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આ સ્માર્ટફોનની કિંમત 2,599 યુઆન (આશરે 26,000 રૂપિયા) હોઈ શકે છે. આ કિંમત 6 GB RAM અને 128 GB સ્ટોરેજવાળા વેરિએન્ટ્સની હશે. અગાઉ લીક થયેલા અહેવાલોમાં એમ કહેવામાં આવ્યું હતું કે Mi CC9 Pro માં 108 મેગાપિક્સલનો કેમેરા હશે, જે સેમસંગે બનાવ્યો છે.
108 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા
ADVERTISEMENT
હાલમાં, 108-મેગાપિક્સલનો કેમેરા શાઓમીના Mi MIX Alpha સ્માર્ટફોનમાં આવી રહ્યો છે. જ્યારે આ ફોનમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા સિવાય 13 મેગાપિક્સલનો વાઇડ-એંગલ લેન્સ અને 8 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ હશે. લીક થયેલી માહિતી મુજબ, Xiaomi Mi CC9 Pro સ્માર્ટફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન 730G પ્રોસેસરથી ચાલશે. આ જ પ્રોસેસર Oppo Reni 2 માં પણ ઉપલબ્ધ છે.
લીક થયેલા અહેવાલમાં જણાવાયું છે કે Mi CC9 Pro માં 6.4 ઇંચની HD + AMOLED વોટરડ્રોપ નૉચ ડિસ્પ્લે સાથે હશે. સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ હશે. રિપોર્ટ અનુસાર, ફોનમાં 4,000 mAh બેટરી હશે, જે 20W + ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.