બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meteorologist Ambalal Patel's prediction regarding rain in Gujarat

મોટા સમાચાર / અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી: મહિનાના વિરામ બાદ હવે 6 દિવસ સુધી ગુજરાત ઘમરોળશે મેઘરાજા, જુઓ ક્યારે ક્યાં પડશે વરસાદ

Malay

Last Updated: 02:28 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorologist Ambalal Patel's forecast: ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, 10થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે.

  • વરસાદની રાહ જોતા ખેડૂતો માટે મહત્વના સમાચાર
  • 10થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશેઃ અંબાલાલ
  • સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ રહેશેઃ અંબાલાલ

અંબાલાલ પટેલની આગાહી: દેશના રાજ્યોના હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. અલ નીનોના કારણે ચોમાસાની રેખા નબળી પડી જવાના કારણે હવામાન પર વિપરીત અસર પડી રહી છે. દેશના કેટલાક ભાગોમાં વરસાદે વિરામ લીધા બાદ હવે ચોમાસું ફરી સક્રિય થયું છે. આ વચ્ચે વરસાદની રાહ જોતા ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આજથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જે 6 સપ્ટેમ્બરથી મજબૂત બનશે. 

અરબ સાગરમાં ઊભું થશે ચક્રવાત! અંબાલાલ પટેલે કરી આંધી અને વંટોળની આગાહી, જુઓ  કયા વિસ્તારો માટે ઍલર્ટ | A cyclone will arise in the Arabian Sea! Ambalal  Patel predicted ...

મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતાઃ અંબાલાલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 6થી 12 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. 10થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્ર, બંગાળના ઉપસાગરમાં પણ સિસ્ટમ બનશે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ રહેશે. મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

આ વિસ્તારોમાં પડશે વરસાદ!
તેઓએ જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન પંચમહાલ, ભરૂચ, સાપુતારામાં વરસાદની આગાહી છે. તો વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગરમાં પણ વરસાદ વરસશે. તો આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે. તેઓએ કહ્યું કે, ઓક્ટોબર મહિનામાં હવાનું દબાણ ઉત્પન્ન થવાથી વરસાદ રહેશે. 

ગુજરાતમાં 5 દિવસમાં માત્ર આ બે જિલ્લામાં વરસાદની આગાહી: હાલ નથી સક્રિય કોઈ  સિસ્ટમ | Rainfall forecast by Meteorological Department

4થી 10 સપ્ટેમ્બરે ગુજરાતનું પલટાઈ શકે છે હવામાનઃ અંબાલાલ
આ પહેલા અંબાલાલ પટેલે કહ્યું હતું કે, આગામી સમયમાં દેશમાં સારો વરસાદ થઈ શકે છે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. 10-15 સપ્ટેમ્બર અરબ સાગરમાં લો પ્રેશર બનશે. સપ્ટેમ્બરમાં ચોમાસા જેવા વરસાદની સંભાવના છે. 4થી 10 સપ્ટેમ્બર ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. 

ગુજરાતમાં સપ્ટેમ્બરમાં સારા વરસાદની શક્યતા
તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં સારો વરસાદ થઈ શકે છે. દેશના કેટલાક ભાગોમાં 100% વરસાદ થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં હલચલ થતાં ગુજરાતમાં સપ્ટેમ્બરમાં  સારો વરસાદ થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે. દક્ષિણ મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. 10થી 14 સપ્ટેમ્બરના અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનશે. આ બે સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે. મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ગુજરાતાના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે.

માવઠાએ તો ભારે કરી! હજુય ગુજરાત પરથી ટળ્યું નથી સંકટ, 24 કલાકમાં 40  તાલુકામાં વરસાદ, જુઓ શું કહે છે હવામાન વિભાગની આગાહી | Rain in 40 talukas  in 24 hours in ...

85 ટકા ઓછો નોંધાયો વરસાદ
આપને જણાવી દઈએ કે ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરો ગયો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 85 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ