બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meteorologist Ambalal Patel's forecast of rain in Navratri

અંબાલાલની આગાહી / આ વર્ષે નવરાત્રીના પ્રથમ નોરતે જ મેઘરાજા ત્રાટકી શકે, હવામાન નિષ્ણાંતની આગાહીથી ખેલૈયાઓ-આયોજકો ચિંતાતુર

Malay

Last Updated: 10:53 AM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorologist Ambalal Patel's forecast: નવરાત્રીમાં ખેલૈયાઓ અને આયોજકો માટે ચિંતાના સમાચાર, આ વર્ષે ફરી નવરાત્રી પર વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી.

  • પ્રથમ નોરતે ગુજરાતમાં વરસાદની આગાહી 
  • નવરાત્રી દરમિયાન રહેશે વાદળછાયું વાતાવરણઃ અંબાલાલ
  • 'દશેરા દરમિયાન પણ વરસાદની આગાહી' 

Meteorologist Ambalal Patel's forecast: રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદના હળવા ઝાપટાં પડી રહ્યા છે. હજુ બે-ચાર દિવસ આ માહોલ રહે તેવી શક્યતા છે. જોકે, ગુજરાતમાંથી વરસાદનું ઘટતું જશે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનથી વરસાદના વિદાયની શરૂઆત થઈ ચૂકી હોઈ રાજ્યમાં વરસાદ ઓછો થવાની શક્યતા છે તેમ સ્થાનિક હવામાન વિભાગ જણાવે છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીથી ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતામાં મુકાયા છે. આ વર્ષે ફરી નવરાત્રી પર પાણી ફરી જવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. 

અરબ સાગરમાં ઊભું થશે ચક્રવાત! અંબાલાલ પટેલે કરી આંધી અને વંટોળની આગાહી, જુઓ  કયા વિસ્તારો માટે ઍલર્ટ | A cyclone will arise in the Arabian Sea! Ambalal  Patel predicted ...

પ્રથમ નોરતે પડી શકે છે વરસાદઃ અંબાલાલ પટેલ 
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, નવરાત્રીના પહેલા નોરતે જ ગુજરાતના અનેક સ્થળોઓએ વરસાદની આગાહી છે. 7 ઓક્ટોબર બાદ બંગાળ-અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બનશે. 7 ઓક્ટોબર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે. દશેરા દરમિયાન પણ વરસાદની આગાહી છે. 

ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મુકાયા
તેઓએ કહ્યું કે, નવરાત્રી દરમિયાન મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે. તો નવરાત્રી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ભારત - પાકિસ્તાનની મેચમાં પણ વાદળછાયા વાતાવરણની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહીથી ખેલૈયાઓ અને આયોજકો પર ચિંતાની લહેર પ્રસરી ગઇ છે.

Amid heavy rains in many areas including South Gujarat, Ambalal Patel predicted

'નવરાત્રી દરમિયાન રહેશે વાદળછાયું વાતાવરણ'
અગાઉ ભારત-પાક. મેચ અને નવરાત્રીને લઈ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, નવરાત્રી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. 28 જુલાઈથી 8 ઓગસ્ટ વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. તેઓએ જણાવ્યું હતું કે, 5 ઓક્ટોબરે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પવનનું જોર રહેશે, તો 16મી નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં હોવાનું હળવું દબાણ ઉભુ થશે. એટલું જ નહીં 18, 19 અને 20ના રોજ વાવાઝોડાની શક્યતા છે. 

નવરાત્રીમાં વરસાદ બનશે વિલન! હજુ ચાર દિવસ વરસાદી વાવાઝોડુ ગુજરાતને ઘમરોળશે  | heavy rain in gujarat during navratri monsoon 2019
ફાઈલ તસવીર

ગત નવરાત્રીમાં પણ પડ્યો હતો વરસાદ
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ નવરાત્રીના પહેલા નોરતે મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્રભરમાં પહેલા નોરતે વરસાદી ઝાપટા પડ્યા હતા. નવરાત્રીના પ્રથમ દિવસે ઉનામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. ઉનામાં  માત્ર અડધા કલાકમાં જ 1 ઇંચ ખાબક્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ