ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Mentally ill man scales Mumbai airport wall to see planes

મુંબઇ / એરપોર્ટના રન વે પર જ્યારે પહોંચ્યો શખ્સ, મોટી દૂર્ઘટના ટળી

Published By: Divyesh

Last Updated: 11:37 AM, 23 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઇ એરપોર્ટ પર ગુરૂવારે એક મોટી દૂર્ઘટના ટળી ગઇ હતી. ઉડાન ભરવા સ્પાઇસ જેટનું વિમાન રન વે પર તૈયાર થયું ત્યારે એક શખ્સ અચાનક ત્યાં પહોંચી ગયો હતો. જો કે સીઆઇએસએફ દ્વારા તરત આ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.

ADVERTISEMENT

એક મળતાં અહેવાલ મુજબ આ શખ્સ એરપોર્ટની દિવાલ કુદીને રન વે સુધી પહોંચી ગયો હતો. જો કે મળતી જાણકારી મુજબ આ વ્યક્તિની માનસિક સ્થિતિ ઠીક નહોતી. ત્યારબાદ આ શખ્સને તેના પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો.

સ્પાઇસ જેટની ફલાઇટ જ્યારે ઉડાન ભરવા તૈયાર હતી ત્યારે જ અચાનક આ શખ્સ ફલાઇટની સામે આવી ગયો હતો. સીઆઇએસએફ (CISF) અને ડીજીસીએ  (DGCA) દ્વારા ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યાં છે.

આ અગાઉ ડીજીસીએ (DGCA) દ્વારા સ્પાઇસજેટના બંને પાઇલટના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા હતા. ડીજીસીએ(DGCA)એ આ કાર્યવાહી સ્પાઇસજેટની જયપુર-મુંબઇ ફલાઇટની દૂર્ઘટનાને લઇ કરી હતી. 1 જુલાઇના રોજ સ્પાઇસ જેટની ફલાઇટ SG-6237 મુંબઇ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે રન વે પરથી ઉતરી ગઇ હતી. જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી.

મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી છે. એરપોર્ટ પર રનવે પર અચાનક એક સનકી શખ્સ પહોંચી ગયો હતો. રનવે પર પ્લેન પહોંચ્યું હતું ત્યારે એક શખ્સ પ્લેનની સામે ચાલતો જઇ રહ્યો હતો તે નજરે પડ્યો હતો.

આ શખ્સ એરપોર્ટની દિવાલ કુદીને રનવે સુધી પહોંચ્યો હતો. જો કે CISFએ રનવે સુધી પહોંચેલા શખ્સને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન શખ્સ માનસિક રીતે અસ્થિર હોવાનું સામે આવ્યું હતું. તો આ મામલે CISF અને DGCA એ ઘટના મામલે તપાસના આદેશ આપ્યા હતા.
 

સંકળાયેલા મુદ્દાઓ

Air port Mumbai Spice jet એરપોર્ટ મુંબઇ Mumbai

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ